જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું કાવતરું નિષ્ફળ – પોલીસે મોટી માત્રામાં IED કર્યું જપ્ત
- જમ્મુ કાશ્મીરમાંથી મોટી માત્રામાં આઈઈડી જપ્ત
- આતંકી કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નમાં હોય છે જો કે દેશની સેના ખડ઼ેપગે રહીને આતંકીઓને વળતો જવાબ આપે છે અને કાવતરાને નિષ્ફળ બનાવામાં લસફલ સાબિત થઆય છએ ત્યારે એજ રોજ ફરી આતંકી કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્નુ કાશ્મીરમાં આજરોજ ઉધમપુર જિલ્લામાં એક ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) જપ્ત કરવામાં આવ્એયું છે આ સાથે જ મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં લગભગ 15 કિલો વજનનો IED જેવો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો, જેને એક નળાકાર વસ્તુમાં રાખવામાં આવ્યો હતો.
લગભગ 15 કિલો વજનની સિલિન્ડ્રિકલ IED જેવી સામગ્રી, 300-400 ગ્રામ આરડીએક્સ, 7.6 એમએમના સાત કારતૂસ, પાંચ ડિટોનેટર, એક કોડેડ શીટ, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એલઈટીનું લેટર પેડ, પણ એક શંકાસ્પદ પાસેથી બસંતગઢ વિસ્તારમાંથી મળી આવ્યા છે. ઉધમપુર જિલ્લામાં એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે,આ સાથે જ અહીં પોલીસે કોડેડ હસ્તાક્ષર સાથે એક કાગળ પણ જપ્ત કર્યો છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની નિશાની સાથે એક ખાલી પૃષ્ઠ પણ મેળવ્યું છે.