Site icon Revoi.in

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના બીજા દિવસે રાજનાથસિંહે આતંકીઓને ગર્ભીત ચીમકી આપીને ભારતનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. જો કોઈ આતંકવાદી દેશમાં શાંતિ ભંગ કરનાવો કોશિશ કરશે તેનો તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે, તો પાકિસ્તાનમાં ઘુસીને તેમને મારીશું. ભારત એટલું શક્તિશાળી છે અને પાકિસ્તાન પણ આ સમજી ગયું છે.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુહમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પોતાના પડોશી દેશો સાથે સારા સંબંધ સાચવી રાખવામાં માને છે. ભારત ક્યારેય કોઈની ઉપર હુમલો કરતું નથી. ભારતે ક્યારેય કોઈની ઉપર હુમલો કરીને તેની ઉપર કબ્જો કરવાની કોશિશ કર્યો નથી, પરંતુ કોઈ ભારત અને તેની શાંતિ સામે ખતરો ઉભો કરેશે તો સહન કરી શકાશે નહીં.

બ્રિટીશ અખબારના રિપોર્ટને લઈને રાજનાશ સિંહે જણાવ્યું હતું કે, જો પડોશી દેશના આતંકવાદીઓ ભારતમાં શાંતિ ભંગ કરવાની કોશિશ કરશે તથા ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવાનો પ્રવાસ કરશે તો તેમને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. કોઈ પણ આતંકવાદી ભારતને પરેશાન કરશે, તેમજ આતંકી કોઈ પણ પ્રકારની હરકત કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

પીઓકે મામલે રક્ષામંત્રીએ કહ્યું હતું કે, પીઓકેના લોકો જ માંગ કરશે કે તેમને ભારત સાથે રહેવું છે, કેટલાક આંદોલન થયા હતા અને તેમણે ભારતમાં જોડાવવાની માંગણી કરી હતી. કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ પરિસ્થિતિ સામાન્ય બની છે અને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અરૂણાચલ પ્રદેશને લઈને રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ પણ બારતનો હિસ્સો છે અને ભારતનો જ હિસ્સો હંમેશા રહેશે.