Site icon Revoi.in

ટેસ્લાની કારનું ભારતમાં જલ્દી થઇ શકે છે સ્વાગત,એલન મસ્કનું મોટું નિવેદન

Social Share

દિલ્લી: ભારતમાં ધીમે ધીમે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. લોકોમાં હવે ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ટેસ્લાના કંપનીના માલિક એલન મસ્ક દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે.

એલન મસ્ક દ્વારા ભારતીય ટ્વિટર વપરાશકર્તાના ટ્વિટનો જવાબ આપતા કહેવામાં આવ્યું કે,ટેસ્લા ઇન્ક. આયાત વાહનોની સફળતા સાથે જ ભારતમાં કારખાના સ્થાપિત કરી શકે છે. આ કરવા માગીએ છીએ, પરંતુ અહીંયા આયાત કર કોઈપણ મોટા દેશની તુલનામાં વિશ્વમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, સ્વચ્છ ઉર્જા વાહનોને ડીઝલ અથવા પેટ્રોલની સમાન ગણવામાં આવે છે, જે ભારતના હવામાન પલટાના લક્ષ્યોમ સાથે સુસંગત નથી. ટેસ્લા આયાત વેરામાં ઘટાડો કરવાની માંગ કરે છે

મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર એલન મસ્કનું લક્ષ્યમાં આ વર્ષે ભારતમાં ટેસ્લા કાર લોન્ચ કરવાનું છે. મસ્કે કેન્દ્ર સરકારને એક પત્ર લખીને કહ્યું છે કે સંપૂર્ણ એસેમ્બલ ઇલેક્ટ્રિક કારો માટે આયાત વેરામાં 40 ટકાનો ઘટાડો કરવો વધુ યોગ્ય રહી શકે છે. ટેસ્લાએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેઓ ઇલેક્ટ્રિક કારો પરનો આયાત કર ઘટાડે. ટેસ્લા ઇન્ક દ્વારા ભારતીય મંત્રાલયોને એક પત્ર લખીને તેમને ઇલેક્ટ્રિક વાહનો પરનો આયાત કર ઘટાડવાની વિનંતી કરવામાં આવી છે.