નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે બીજા દિવસે ભારતીય ટીમ 416 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, બુમરાહ 16 બોલમાં 31 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. જો કે, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બુમરાહે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રોડની એજ ઓવર 35 રન બનાવીને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. બોર્ડની ઓવરમાં ચાર ફોર, બે સિક્સ ફટકારી હતી. જ્યારે પાંચ વાઇડ, એક નોબોલ અને એક સિંગલ રન મળ્યો હતો.
Kya yeh Yuvi hai ya Bumrah!?
2007 ki yaad dilaa di..
@YUVSTRONG12 @Jaspritbumrah93 #ENGvIND pic.twitter.com/vv9rvrrO6K — Sachin Tendulkar (@sachin_rt) July 2, 2022
ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ખેલાડી એક ઓવરમાં 35 રન બનાવી શક્યો નથી. બુમરાહ ઉપર વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેસ્ટમેન બ્રાયન લારાએ 2003માં આર પીટરસનની ઓવરમાં 28 રન બનાવ્યાં હતા. જ્યારે જ્યોર્જ બેઈલએ વર્ષ 2013માં જેમ્સ એન્ડરસરની ઓવરમાં 28 રન, કેશવ મહારાજએ વર્ષ 2020માં જો રૂટની ઓવરમાં 28 રન બનાવ્યાં હતા.
એજબેસ્ટોનમાં ભારત ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ સામે ઉતર્યું હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવ્યો હતો. એન્ડરસને ભારતના બંને ઓપનરો ગિલ (17 રન) અને પુજારા (13 રન)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. માત્ર 46ના સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવતા મીડલ ઓર્ડર પર દબાણ સર્જાયું હતુ. જે બાદ હનુમા વિહાર (20 રન), વિરાટ કોહલી (11 રન), શ્રેયસ ઐયર (15 રન) બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 98 રન થઈ ગયો હતો.
વિકેટકિપર પંત અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડની ભારતને સસ્તામાં આઉટ કરવાની આશા પર પાણી ફેરવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન પંતની કારકિર્દીની પાંચમી સદી (111 બોલમાં 146 રન) અને જાડેજા (84*) સાથેની તેની પાંચમી વિકેટની 222 રનની ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 338 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3, પોટ્ટસે 2 તથા કેપ્ટન સ્ટોક્સે 1 વિકેટ લીધી હતી. આજે મેચના બીજા દિવસે જાડેજાએ પણ 100 રન પુરા કર્યાં હતા.