નવી દિલ્હી: ભારતે શુક્રવારે નવી પેઢીની આકાશ મિસાઈલનો સફળ ફ્લાઈટ ટેસ્ટ કર્યો. ઓડિશાના તટ પર આવેલા ચાંદીપુરની એકીકૃત પરીક્ષણ રેન્જ પરથી ડીઆરડીઓ તરફથી આ ટેસ્ટ કરવામાં આવ્યો. આ પરીક્ષણ ઘણી ઓછી ઊંચાઈ પર ઉચ્ચગતિવાળા માનવરહીત હવાઈ લક્ષ્યની વિરુદ્ધ હતું. આ દરમિયાન વેપન સિસ્ટમ દ્વારા ટાર્ગેટને સફળતાપૂર્વક રોકવામાં આવ્યો અને પછી તેને નષ્ટ કરવામાં આવ્યો. આ સફળ ફ્લાઈટ ટેસ્ટે યૂઝર ટ્રાયલ્સ માટે આગળનો માર્ગ દેખાડયો છે. અધિકારીઓનું કહેવું છે કે આનાથી સ્વદેશી રીતે ડેવલપ રેડિયો ફ્રીક્વન્સી સીકર, લોન્ચર, મલ્ટી ફંક્શન રડાર એન્ડ કમાન્ડ, કંટ્રોલ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમની સાથે મિસાઈલથી સજ્જ કમ્પ્લીટ વેપન સિસ્ટમના કામકાજને માન્યતા મળી છે.
સિસ્ટમના પ્રદર્શનને કેપ્ચર કરવા માટે આઈટીઆર તરફથી ઘણાં રડાર, ટેલીમેટ્રી અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ લગાવાયા હતા. આના મળેલા ડેટા દ્વારા પણ આકાશ મિસાઈલના સફળ ટેસ્ટની પુષ્ટિ થઈ છે. આ મોકા પર ડીઆરડીઓ, ભારતીય વાયુસેના, ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ ફ્લાઈટ ટેસ્ટ માટે ડીઆરડીઓ, આઈએએફ, પીએસયૂ અને ઈન્ડસ્ટ્રીના વખાણ કર્યા છે. તેમણે કહ્યુ છે કે સિસ્ટમના સફળ વિકાસથી દેશની વાયુરક્ષા ક્ષમતાઓમાં વધારો થશે. ડીઆરડીઓના સચિવ અને અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે પણ આકાશ-એનજીના સફળ પરીક્ષણ સાથે જોડાયેલી ટીમોને અભિનંદન આપ્યા. નવી જનરેશનની આકાશ મિસાઈલની ખાસિયતો પર એક નજર કરીએ…
આકાશ-એનજી સિસ્ટમ અત્યાધુનિક મિસાઈલ પ્રણાલી છે, જે ઉચ્ચ ગતિ, સ્ફુર્તિલા હવાઈ ખતરાઓને રોકવામાં સક્ષમ છે
આકાશ મિસાઈલ ડીઆરડીઓ તરફથી ડેવલપ સિસ્ટમ છે અને ગત એક દશકથી વધારે સમયથી સર્વિસમાં છે. આકાશ ટીમ તરફથી મિસાઈલના ઘણાં એડવાન્સ્ડ વર્ઝન તૈયાર કરાય રહ્યા છે
મધ્ય-પૂર્વમાં એવા ઘણાં દેશ છે, જેમણે આકાશ શસ્ત્ર પ્રણાલીમાં રસ દાખવ્યો છે. તેમણે તેની ક્ષમતાઓ અને પરીક્ષણોમાં પણ રસ લીધો છે
એક તરફ જ્યાં આકાશ વેપન સિસ્ટમને ડીઆરડીઓ તરફથી સ્વદેશી રીતે ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે, તો બીજી તરફ અન્ય ઉદ્યોગોની સાથે પબ્લિક ડિફેન્સ સેક્ટર તરફથી તેને પ્રોડ્યૂસ કરવામાં આવી છે
આકાશ વેપન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પાસેથી ઓર્ડર મળે છે. તેમાં સામેલ ડીઆરડીઓ વૈજ્ઞાનિકો તરફથી તેને સતત અપગ્રેડ પણ કરાય રહી છે. તેને લઈને દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય-પૂર્વમાંથી વધારે ઓર્ડર મળી શકે છે