Site icon Revoi.in

ગુજરાતમાં 16મી એપ્રિલે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની ટેટ-1 પરીક્ષા લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાલાઓમાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા આગામી તા.16મીને રવિવારે યોજાસે. જ્યારે ટેટ-2ની પરીક્ષા આગમી તા.23મીને રવિવારે યોજાશે, ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આ બન્ને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેટ-1ની પરીક્ષા માટે  87 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે ટેટ-2ની પરીક્ષા માટે 2.72 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. આ પરીક્ષામાં મેળવેલા મેરિટ મુજબ પ્રાથમિક શાળાઓમાં  વિદ્યાસહાયકો તરીકે નિમણુંકો કરવામાં આવતા હોય છે.

સૂત્રોએ જણાવ્યા હતું કે, ગુજરાતમાં  છેલ્લા કેટલાય વર્ષોથી નહીં લેવાયેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા આગામી તારીખ 16 એપ્રિલને રવિવારે અને ટેટ-2ની પરીક્ષા 23મીને રવિવારે લેવાશે. ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટે ટેટ-1 અને ધોરણ 6થી 8ના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા લેવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 110 કેન્દ્ર અને 975 બ્લોકમાં 19 હજાર જેટલા ઉમેદવારો 16મીએ ટેટ-1ની પરીક્ષા આપશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના લાખો ઉમેદવારો લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. TET-1ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 87 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે TET-2ની પરીક્ષા માટે 2.72 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-1 અને TET-2ની પરીક્ષા લેવા માટે 17 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી ઉમેદવારોને ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી ફોર્મ ભરવા માટે ઉમેદવારોને સમય મળી રહે તે માટે મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા અનુસાર TETની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાનું આયોજન કરાયું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન પરીક્ષા યોજી શકાઈ ન હતી. રાજ્યમાં TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2.72 લાખ ઉમેદવારો કસોટી આપશે. અંદાજે 5 વર્ષ બાદ રાજ્યમાં ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા લેવાતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તારીખ 23મી એપ્રિલે લેવાનારી ટેટ-2ની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ TET-2ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ OJAS વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો  23 એપ્રિલ સુધી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોના કોલ લેટરમાં ઉમેદવારનું નામ, નંબર, રજિસ્ટ્રેશન નંબર, એપ્લિકેશન નંબર, પોસ્ટનું નામ, તારીખ અને પરીક્ષાના કેન્દ્રની માહિતી આપવામાં આવી છે.