ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યાગને મંદીનું ગ્રહણ નડ્યું, 20 જેટલા મોટા પ્રોસેસિંગ યુનિટોને લાગ્યા તાળાં
સુરતઃ ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના કાળ બાદ તેજી આવશે એવી વેપારીઓને આશા હતી પણ હજુ પણ ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જો કે તેના માટે અનેક કારણો જવાબદાર હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. બહારના રાજ્યોની ખરીદી પણ ઘટી ગઈ છે. છેલ્લા મહિનાઓમાં 20 જેટલા મોટા યુનિટોને તાળા લાગી ગયા છે. ડીમાંડમાં ઘટાડાને પગલે એકમોને તાળા મા૨વાની હાલત સર્જાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા ટેક્સટાઈલ્સ પ્રોસેસીંગ યુનિટો છે. અને તેમાંથી 20 મોટા યુનિટો બંધ થઈ ગયા છે. આ એકમોની ઉત્પાદન ક્ષમતા દ૨રોજની એક લાખ મીટ૨ની હતી અને મહિનાનું પાંચ કરોડનું ટર્નઓવ૨ ક૨તા હતા. જો કે 110 એકમોનું કલ્સ્ટમ ધરાવતા અમદાવાદના ટેક્સટાઈલ્સ પાર્કમાં પણ એકમોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે.
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ્સ પ્રોસેસર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા મહિનાઓમાં 20 મોટા યુનિટ બંધ થયા છે. માર્કેટમાં સારી નામના અને મોટુ ટર્નઓવ૨ ધરાવતા હતા. અમુક એકમો તો મોટી બોટમાં હતા અને એટલે વેચાઈ પણ ગયા છે. અન્યમાં સંચાલકોએ ધંધા બદલાવી નાખ્યા છે. ત્રણ એકમોના સંચાલકો લોન નહીં ચુક્વી શક્તા બેંકોએ સીલ મારી દીધા છે. ટેક્સટાઈલ્સ પ્રોડકટની માંગમાં મોટો ઘટાડો થયો હોવાને કા૨ણે પ્રોસેસીંગ એકમો પ૨ ઘાત પડી છે. અમુક એકમો ચાલુ હોવા છતાં ખોટનો ધંધો કરી રહ્યા છે. સુ૨તની સાડી દેશભ૨માં પહોંચે છે પરંતુ તેની માગમાં મોટો ઘટાડો થયો છે, જે એકમો ચાલુ છે. તેને પણ ગળાકાપ હિ૨ફાઈનો સામનો ક૨વો પડી ૨હયો છે અને કોઈ નફો પણ થતો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદના એકમોએ પણ ઉત્પાદનમાં કાપ મુકી દીધો છે. લોકલ તથા વિશ્વસ્તરે ડીમાંડમાં મોટો ઘટાડો થયો છે. તેના લીધે આઉટસોર્સથી ટેક્સટાઈલ્સ મીલોનું કામ મેળવતા પ્રોસેસીંગ યુનિટોને કામ મળતુ અટકી ગયુ છે. ઓર્ડ૨ બુક ઝીરો જેવી છે ત્યારે પ્રોસેસીંગ એકમોએ ઉત્પાદન ક્ષમતામાં 30 ટકાનો કાપ મુક્યો છે. હાલ જુના કામ ક૨વામાં આવી ૨હયા છે. નવા ઓર્ડ૨ મળતા નથી. કપાસ-રૂના ભાવમાં મોટી ઉથલપાથલ હોવાને કા૨ણે ફેબ્રીક્સના ભાવમાં ગાબડા પડયા છે અને તેને કા૨ણે ખોટના ધંધાની નીચા ભાવે કોઈ ઓર્ડ૨ લેવાતા નથી.