Site icon Revoi.in

થાઈલેન્ડઃ પૂર્વ પ્રધાનમંત્રી થાકસીનની પુત્રી શિનાવાત્રા આગામી પ્રધાનમંત્રી બનશે

Social Share

નવી દિલ્હીઃ પટોંગટાર્ન શિનાવાત્રા થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. તેઓ દેશના 31મા પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. તે ફેઉ થાઈ પાર્ટીના નેતા છે અને અત્યાર સુધીના સૌથી યુવા પ્રધાનમંત્રી પણ છે. નૈતિકતા ભંગ કેસમાં કોર્ટના નિર્ણય બાદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રેથા થવિસિનને તાજેતરમાં જ હટાવવામાં આવ્યા હતા. શુક્રવારે સંસદીય મતદાનમાં, સાંસદોએ શિનાવાત્રાને દેશના પીએમ તરીકે ચૂંટ્યા.

પટોંગટાર્ન શિનાવાત્રા થાઈલેન્ડના ઈતિહાસમાં બીજી મહિલા પ્રધાનમંત્રી હશે. આ સાથે તે પોતાના પરિવારમાંથી પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયેલા ત્રીજા નેતા છે. સાંસદોના મત થઈ રાજકારણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અને સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. નવા ચૂંટાયેલા પીએમના પિતા થાકસિન શિનાવાત્રા અને તેમની કાકી યિંગલક શિનાવાત્રા પણ આ મહત્વપૂર્ણ પદ સંભાળી ચુક્યા છે.

પટોંગટાર્ન ફૂ થાઈ પાર્ટીના પ્રભાવશાળી નેતા છે. તે 11 પાર્ટીઓના ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે. તેમના સમર્થનમાં 314 સાંસદો છે. તમામ નેતાઓએ પણ તેમને પીએમ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

થાઈલેન્ડના નવા ચૂંટાયેલા પીએમ પટોંગટાર્નની રાજકીય પૃષ્ઠભૂમિ પણ ઘણી પ્રભાવશાળી રહી છે. તે પૂર્વ પીએમ થાકસિન શિનાવાત્રાની પુત્રી છે. તેમની રાજકીય કારકિર્દી પણ કેટલાક વિવાદો સાથે પ્રસિદ્ધ રહી છે. તેઓ દેશના લોકપ્રિય નેતાઓમાં પણ સામેલ છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, પટોંગટાર્નના પીએમ બનવાથી મહાગઠબંધનની એકતા વધુ મજબૂત થઈ શકે છે. આ સાથે પક્ષો વચ્ચે જે પણ જૂથવાદ ચાલી રહ્યો છે તેમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.

#ThailandNewPM #PattongtarnShinawatra #ThailandPolitics #FeuThaiParty #YoungestPM #FirstFemalePM #ShinawatraFamily #PoliticalLeadership #ThaiPolitics #NewPrimeMinister #PoliticalHistory #ThaiElection #PoliticalChanges #ThailandGovernment #ShinawatraLegacy #PoliticalUnity