નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેમાં 5 ન્યાય આપવાના વાયદા અને તેના હેઠળ 25 ગેરેન્ટીઓની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના ન્યાયપત્રના આવતાની સાથે જ ભાજપે તેના પર તીખો વાકપ્રહાર કર્યો છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં વિદેશની તસવીરો પ્રકાશિત કરવામાં આવી છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ છે કે મેનિફેસ્ટોમાં વોટર મેન્જમેન્ટના નામ પર જે તસવીર પ્રકાશિત કરવામાં આવી છે, તે અમેરિકાના બફેલોમાં વહેનારી બફેલો નદીની છે. આ દરમિયાન સુધાંશુ ત્રિવેદીએ સવાલ પણ કર્યો કે આ તો એક યક્ષપ્રશ્ન બની જશે કે આવું કોણે કર્યું.
તેમણે કહ્યુ કે આના પહેલા તો આ એક સવાલ હતો કે કોંગ્રેસના સોશયલ મીડિયા હેડના એકાઉન્ટથી કોણે ટ્વિટ કર્યું. હવે કોંગ્રેસ આ કેવી રીતે જાણકારી મેળવશે કે તેના ઘોષણાપત્રમાં કોણે વિદેશની તસવીરો પ્રકાશિત કરી અને કોણે મોકલી હતી. આગળ ત્રિવેદીએ કહ્યુ છે કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીની પસંદગીની જગ્યા થાઈલેન્ડની તસવીર પણ પર્યાવરણ સેક્શનમાં પ્રકાશિત છે. આખરે આ આખો મેનિફેસ્ટો કોણે તૈયાર કર્યો છે. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસના વાયદા પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આ લોકો મોંઘવારી ઘટાડવાનો વાયદો કરી રહ્યા છે, જે ભાજપના રાજમાં સૌથી ઓછો છે.
કોંગ્રેસના કાર્યકાળમાં તો મોંઘવારીનો દર 26 ટકા સુધી થઈ ગયો હતો. તેમણે કહ્યુ હતુ કે હવે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રનું નામ ન્યાયપત્ર રાખ્યું છે. તેનો અર્થ તેણે માની લીધો છે કે અત્યાર સુધી અન્યાય થઈ રહ્યો હતો, જ્યારે તેમની જ સરકારે આઝાદી બાદ સૌથી વધારે સમય સુધી રહી છે.
સુધાંશું ત્રિવેદીએ કહ્યુ છે કે કોંગ્રેસની માનસિકતા તમે જોઈ શકો છો કે તે પર્સનલ લૉને પ્રાથમિકતા આપવા માંગે છે. તેમણે કહ્યુ છે કે આનાથી આશા પણ શું હોઈ શકે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને તેમણે પલટીને શરિયાને મહત્વ આપ્યું હતું, તો પછી આ શું ચીજ છે. હકીકતમાં ત્રિવેદી આના દ્વારા શાહબાનો કેસનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે રાજીવ ગાંધી સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને જ સંસદમાંથી કાયદો બનાવીને પલટી નાખ્યો હતો.