મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બે ભાગ પડી ગયા હોય ઉદ્ધવ ઠાકરેના હાથમાં સત્તા સરકી ગયા બાદ નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બન્યાં છે. 55 પૈકી 38 ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું. તેમજ અનેક સાંસદોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ત્યારે હવે ધીમે-ધીમે કાર્યકરો અને નેતાઓ પણ ઠાકરેનો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. થામે નિગમના 67 પૈકી 66 કોર્પોરેટર્સ હવે શિંદે જૂથમાં સામેલ થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થાણે નગર નિગમના શિવસેનાના 66 કોર્પોરેટર મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસ સ્થાને મળવા ગયા હતા. જ્યાં તમામ કોર્પોરેટરોએ પણ તેમને પોતાનું સમર્થન આપ્યું હતું. આમ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાંમુંબઈ નગર નિગમ બાદ થાણે નગર નિગમ મહારાષ્ટ્રનું સૌથી મહત્વનું અને મોટું નિગમ છે. આગામી દિવસોમાં બીએમસીની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રણનીતિ ઘડવામાં આવી રહી છે. અત્રેઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વના મુદ્દાને ભૂલીને એનસીપી અને કોંગ્રેસ સાથે સંગઠન કર્યું હોવાથી એકનાથ શિંદે સહિત 38 ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. શિંદેજૂથ અને ભાજપની સરકારમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.