Site icon Revoi.in

ઠાસરાઃ શિવજી સવારી ઉપર પથ્થરમારા કેસમાં તોફાની સામે પોલીસની કાર્યવાહી, 6ની ધરપકડ અને 10ની અટકાયત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન ખેડા જિલ્લાના ઠાસરામાં શિવજીની સવારી ધાર્મિક માહોલમાં યોજાઈ હતી. દરમિયાન જૂના બસ સ્ટેન્ડ નજીક તોફાની તત્વોએ ધાર્મિક યાત્રા ઉપર પથ્થરમારો કર્યો હતો. મુસ્લિમ કોમની મદરેસાની અંદરથી તોફાનીઓએ પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસના રોજ નાગેશ્વર મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. દરમિયાન એકાએક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાના બનાવમાં બે પોલીસ કેન્સ્ટેબલ અને એક પીએસઆઈને ઈજાઓ પહોંચી હતી. તો બે વાહનોને પણ નુકસાન થયું હતું.

સંત વિજયદાસજી મહારાજે આક્ષેપ કર્યો હતો કે, મદરેસામાંથી છુપાયેલા તોફાનીઓએ પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. જેથી આવા તોફાનીઓ સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ. મદરેસામાં અનેક લોકો છુપાયેલા હતા તેમણે શોભાયાત્રા ઉપર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. એટલું જ નહીં તોફાનીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસે હિન્દુઓની શોભાયાત્રા ઉપર પથ્થમારો કરનારા છ પથ્થરબાજોને ઝડપી લીધા હતા. તેમજ 10 તોફાનીઓની અટકાયત કરી હતી. તેમજ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ રહી હતી. તેમજ અન્ય તોફાનીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવ્યો છે.