નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન આ વર્ષે ભારતમાં 10 દિવસ વહેલુ ચોમાસુ આવે તેવી શકયતા છે. ભારતમાં કેરળના માર્ગે ચોમાસાની એન્ટ્રી થાય છે અને 1લી જૂનની આસપાસ ચોમાસુ પ્રવેશે છે. જો કે, આ વર્ષે 20મી મેની આસપાસ ચોમાસુ બેસે વેતી શકયતા છે.
રિપોર્ટ અનુસાર, કેરલમાં ચોમાસાની શરૂઆત 20 મે બાદ કોઈ પણ સમયે થઈ શકે છે. 28 એપ્રિલે જાહેર કરવામા આવેલા ગત ઈઆરએફમાં પણ 19-25 મેનો સમય બતાવામા આવ્યો છે. જો ઈઆરએફ આગામી અઠવાડીયે પણ 20 મે બાદ કેરલમાં આવી રીતની સ્થિતિ દેખાશે, તો નિશ્ચિતપણે કહી શકાય કે, આ તટીય રાજ્યમાં ચોમાસાનું શરૂઆત સમયથી પહેલા થઈ જશે. ભારતીય હવામાન વિભાગના નવીનતમ ઈઆરએફ મે 5-11 ( પ્રથમ અઠવાડીયું), 12મેથી 18 (બીજૂ અઠવાડીયું), 19મેથી 25 (ત્રીજૂ અઠવાડીયું) અને 26 જૂનથી 1 (ચોથુ અઠવાડીયું) માટે છે.
IITMના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, હાલ કેરલમાં ચોમાસુ જલ્દી શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પૂર્વી મધ્ય બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન બની રહ્યું છે. તેને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસાના પ્રવાહને મજબૂત કરવામાં મદદ મળવાની સંભાવના છે. નવીનતમ ઈઆરએફના અનુસાર, આ વેધર સિસ્ટમના ત્રીજા અઠવાડીયાની આસપાસ ચોમાસાના પ્રવાહમાં અડચણ થવાની સંભાવના છે. ત્યાં સુધી પોતાના પ્રભાવને ખોઈ ચુક્યું હશે.