UN મુખ્યાલયમાં પણ ‘મન કી બાત કાર્યક્રમ’ નો 100મો એપિસોડ લાઈવ બતાવાશે, બિલગેટ્સએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી
- કાલે પ્રસારિત થશે મન કી બાત કાર્યક્મનો 100મો એપિસોડ
- યુએનના મુખ્યાલયમાં લાઈવ સાંભળવામાં આવશે
દિલ્હીઃ- આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદીનો મનકી બાત કાય્ક્રમનો 100 મો એપિસોડ પ્રસારિત થવાનો છે.જેને લઈને દેશભરમાં આ કાર્યક્રમ બતાવવાની તૈયારીઓ થઈ ચૂકી છે આ માટે ઘણા દિવસોથી બીજેપી દ્રાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે હવે આ કાર્યક્રમને યુએનના મુખ્યાલયમાં પણ લાઈવ કરવામાં આવશે.
આ શોનો 100મો એપિસોડ 30 એપ્રિલ, રવિવારના રોજ આવતીકાલે પ્રસારિત થશે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પણ આ ખાસ અવસર પર પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.દેશભરમાં તથઆ વિદેશમાં પણ આ શોની ચર્ચાઓ થઈ રહી છે.મોટા પાયે આ શોને પ્રસારિત કરવામાં આવશે.
આ કાર્યક્મને લઈને બિલગેટ્સે ટ્વિટ કર્યું છે કે તે મન કી બાત એ મહિલાઓને આર્થિક, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ પર વિકાસના ક્ષેત્રમાં જાગૃત કરી છે.તો બીજી તરફ યુએનએ આ કાર્યક્રમના 100 વર્ષ પુરા થવાને ઐતિહાસિક ક્ષણ ગણાવતા કહ્યું કે એક ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર રહો. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ પણ @UN હેડક્વાર્ટર ખાતે ટ્રસ્ટીશીપ કાઉન્સિલ ચેમ્બરમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
જાણકારી પ્રમાણે મન કી બાતનો 100મો એપિસોડ 30મી એપ્રિલે ન્યૂયોર્કમાં IST સવારે 11:00 વાગ્યે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. રવિવારે યુએન હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે જે એક ઐતિહાસિક ક્ષણ હશે.તો બીજી તરફ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ, એક સમુદાય સંસ્થાના સહયોગથી, રવિવારે બપોરે 1.30 વાગ્યે ન્યૂ જર્સીમાં ભારતીય-અમેરિકન અને વિદેશી સમુદાય માટે કાર્યક્રમ બતાવાશે.ઉલ્લેખનીય છે કે મન કી બાત રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદી સામાન્ય લોકો સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરે છે. આ કાર્યક્રમ સૌપ્રથમવાર 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેના આવતીકાલે 100 એપિસોડ રુરા થઈ રહ્યા છે.દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી આ કાર્યક્રમ થકી દેશની જનતાને સંબોધે છે. અનેક મુદ્દાઓ વિશએ વાત કરે છે.