PM મોદીની ‘મન કી બાત’નો 100મો એપિસોડ હશે ખાસ – ભાજપની જોરદાર તૈયારીઓ, વિશ્વભરમાં પ્રસારિત કરાશે કાર્યક્રમ
- PM મોદીની ‘મન કી બાત’નો 100મો એપિસોડ
- વિશ્વભરમાં પ્રસારિત કરાશે કાર્યક્રમ
દિલ્હીઃ- આ મહિનાના છેલ્લા રવિવારના રોજ પીએમ મોદીની મન કી બાતનો કાર્યક્રમનો 100મો એપિસોડ પ્રસારિત થવાનો છે ત્યારે ભાજપનાકાર્યકર્તાઓ દ્રાર આ બાબતે ખાસ તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે.
આ સાથે જ આ કાર્યક્રમમાં એક લાખથી વધુ બૂથ પર તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ‘મન કી બાત’નો 100મો એપિસોડ સમગ્ર વિશ્વમાં ટેલિકાસ્ટ થાય તેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં છે. તેથી જ તેનું સમગ્ર વિશ્વમાં પ્રસારણ થવું જોઈએ.
ઉલ્લેખનીયલ છે 30 એપ્રિલે આ પ્રસંગે પીએમ મોદીએ આ કાર્યક્રમમાં દેશભરમાંથી એવા લોકોને ઉમેરવાની યોજના છે જેનો ઉલ્લેખ કર્યો છે,રેડિયો દ્વારા નાગરિકો સાથે વડાપ્રધાનનો અનોખો અને સીધો સંવાદ મન કી બાતના અત્યાર સુધીમાં 99 એપિસોડ પૂરા થયા છે. તે સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાવો, જળ સંરક્ષણ, સ્થાનિક માટે વોકલ વગેરે જેવા સામાજિક ફેરફારોના પ્રવર્તક, માધ્યમ અને સમર્થક છે. આ કાર્યક્રમે ખાદી, ભારતીય રમકડા ઉદ્યોગ, આરોગ્યમાં સ્ટાર્ટઅપ્સ જેવા ઉદ્યોગો પર જબરદસ્ત અસર દર્શાવી છે.
આ કાર્યક્રમનો આરંભ 3 ઓક્ટોબર, 2014ના રોજ વિજયાદશમીથી થયો હતો જે આજદિન ચાલી આવી રહ્યો છે. પ્રતિષ્ઠિત કાર્યક્રમ અત્યાર સુધીમાં તેની 99 આવૃત્તિઓ પૂર્ણ કરી ચૂક્યો છે. શતાબ્દી એપિસોડ માટે, ઓલ ઈન્ડિયા રેડિયો 15 માર્ચથી ભારતના પરિવર્તન પર કાર્યક્રમની અસર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક વિશેષ શ્રેણી શરૂ કરી રહ્યું છે.
દેશમાં 42 વિવિધ ભારતી સ્ટેશનો, 25 એફએમ રેઈનબો ચેનલો, 4 એફએમ ગોલ્ડ ચેનલો અને 159 પ્રાથમિક ચેનલો સહિત વિવિધ એઆઈઆર સ્ટેશનો દ્વારા વિશેષ શ્રેણીનું સંચાલન કરવામાં આવશે.આ સાથે જ પ્રદેશોમાં તમામ મુખ્ય બુલેટિન્સમાં પ્રસારિત કરવામાં આવશે. નાગરિકો આ કાર્યક્રમ ‘ન્યૂઝ ઓન એર’ એપ અને ઓલ ઈન્ડિયા રેડિયોની યુટ્યુબ ચેનલો પર પણ સાંભળી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ના 100મા એપિસોડના અવસર પર ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને વરિષ્ઠ નેતાઓ પણ સાથે હશે. દરેક લોકસભા મતવિસ્તારમાં 100 જગ્યાએ 100 લોકો ‘મન કી બાત’ સાંભળશે. આ પ્રસંગે પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત લોકોનું પણ સન્માન કરવામાં આવશે, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ ‘મન કી બાત’માં કર્યો છે.
ઉત્તર પ્રદેશમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો શો ‘મન કી બાત’નો 100મો એપિસોડ મદરેસા અને લઘુમતી બહુલ વિસ્તારોમાં પણ પ્રસારિત કરવામાં આવશે. ભાજપે તેની અલ્પસંખ્યક પાંખને એ સુનિશ્ચિત કરવાનું કામ સોંપ્યું છે કે તે મદરેસાઓમાં પણ સાંભળવામાં આવે.