નવી દિલ્હી: ઘણાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે 2023 BMW X7 ફેસલિફ્ટની લૉન્ચ તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. તે 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આગામી મોડલ BMW 7-સિરીઝ હેઠળનું આ મોડેલ સૌથી મહત્વપૂર્ણ કારોમાંનું એક છે. તેને બ્રાન્ડના વિશિષ્ટ M340i xDrive પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે આ આવનારી BMW X7 ફેસલિફ્ટ કારમાં શું શું છે ખાસ?
BMW X7 ફેસલિફ્ટ પાવરટ્રેન
BMW X7 ફેસલિફ્ટ કારની પાવરટ્રેન વિશે વાત કરીએ તો, તેમાં 48-વોલ્ટના હળવા-હાઇબ્રિડ આસિસ્ટ સાથે 3.0-લિટર ટર્બોચાર્જ્ડ ઇનલાઇન-સિક્સ એન્જિન મળી શકે છે. આ એન્જિન 375hp પાવર અને 540Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ સિવાય, વિદેશી મોડલોના આધારે તેમાં 4.4-લિટર V8 એન્જિન સાથે M60i xDrive વેરિઅન્ટને પણ લાવે તેવી સંભાવના છે.
આ ફીચર્સનો પણ સમાવેશ કરી શકાય છે
ફીચર્સની વાત કરીએ તો અન્ય BMW કારની જેમ આ કારમાં પણ ઘણા લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે. અગાઉ મળેલી માહિતી મુજબ, તેમાં 12.3-ઇંચ ડ્રાઇવર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, 14.9-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, લેધરમાં હાઈ-ગ્રેડ અપહોલ્સ્ટરી અને બ્રાન્ડની લેટેસ્ટ iDrive OS ફીચર્સને પણ રાખવામાં આવેલ છે.
લક્ઝરી ફીચર્સમાં સામન્ય રીતે 1,475-વોટની બોવર્સ એન્ડ વિલ્કિન્સ ડાયમંડ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, ફાઇવ-ઝોન ટેમ્પરેચર કંટ્રોલ, એક્ટિવ એન્ટિ-રોલ બાર, રીઅર-વ્હીલ સ્ટીયરિંગ, ડ્રાઇવ આસિસ્ટન્સ, પાર્કિંગ આસિસ્ટન્સ પ્રો અને BMW ડિજિટલ કી જેવા ઘણાં ફીચર્સ પણ જોવા મળી શકે છે, તેવી આશા છે.
BMW X7 ફેસલિફ્ટની કિંમત
વર્તમાન સમયમાં BMW X7 મોડલની કિંમત રૂ. 1.35 કરોડ છે. ત્યારે નવી લોન્ચ થઇ રહેલું આ ફેસલિફ્ટ મોડલ ભારતમાં પ્રીમિયમ કિંમતે પ્રવેશ કરશે. લોન્ચ થયા બાદ નવી BMW X7 ભારતીય બજારમાં લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ GLS, Audi Q8 અને Porsche Cayenne ની સામે હરીફાઈ કરશે.
(ફોટો: ફાઈલ)