દિલ્હીઃ- 1ા વર્ષ દરમિયાન ભારત જી 20ની અધયક્ષતા કરી રહ્યું છે જેના સંદર્ભે દેશના 200 શહરોની ઓળખ કરીને જૂદી જૂદી બેઠકો આ શહેરોમાં આયોજન કરવામાં આવી છે ત્યારે હવે આજરોજથી ગુજરાતના કેવડિયામાં જી 20ની વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની ત્રીજી બેઠકનો આજથી આરંભ થઈ ચૂક્યો છે.
આ બેઠક 10 જુલાી આજથી 12 જુલાઈ ત્રણ દિવસ સુધી ચાલવાની છે.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વેપાર અને રોકાણ સંબંધિત બાબતો પર ભારત દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવ પર સહમતિ સાધવાનો છે.
આ સહીત આ બેઠકમાં જી 20 દેશોના 75થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે આજથી શરૂ થનારી બેઠકમાં વેપાર ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ પર સેમિનાર પણ યોજવામાં આવશે.
આ બેઠકમાં ભાગ લઇ રહેલા પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેશે.આ સહીત 11 જુલાઈને આવતીકાલે ટેકનીકલ સત્ર યોજાશે અને ત્યારબાદ વેપાર અને રોકાણ ક્ષેત્રના પ્રસ્તાવ પર ચર્ચા કરાશે તથા તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
વધુ વિગત પ્રમાણે કેવડિયા ખાતે યોજાનારી આજથી શરુ થનારી આ બેઠકમાં વેપાર દસ્તાવેજોનું ડિજીટલીકરણ અને વિશ્વ વેપારમાં MSME ક્ષેત્રની ભાગીદારી મજબૂત કરવા પર મંત્રણા કરવામાં આવશે.