Site icon Revoi.in

GST કાઉન્સિલની 45મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે, નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

દિલ્હી:જીએસટી કાઉન્સિલની 45 મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે કોવિડ -19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે.

નાણાં મંત્રાલયે બુધવારે ટ્વિટ કર્યું કે, નાણામંત્રી 17 સપ્ટેમ્બરે લખનઉમાં GST કાઉન્સિલની 45 મી બેઠકની અધ્યક્ષતા કરશે. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી. આમાં કોવિડ -19 સંબંધિત સામગ્રીઓ પર કર દર 30 સપ્ટેમ્બર સુધી ઘટાડવામાં આવ્યા હતા.

કોવિડ -19 ની દવાઓ રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઉપરાંત મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 17 સપ્ટેમ્બરે યોજાનારી કાઉન્સિલની બેઠકમાં રાજ્યોને મહેસૂલી નુકશાન પર વળતર, કોવિડ -19 સંબંધિત માલ પરના દરો અને કેટલીક વસ્તુઓ પર રિવર્સ ડ્યુટી સ્ટ્રક્ચર પર વિચાર કરી શકાય છે.