ન્યુજર્સીઃ ભારતના 77માં સ્વાતંત્ર્ય પર્વની અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા, અને આરબ અમિરાત સહિતના દેશોમાં ઈન્ડિયન એમ્બેસી તથા ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસવાટ કરતા ભારતીયોએ પોતાના મોબાઈલમાં તિરંગા સાથે સેલ્ફી લઈને મોબાઈલ ફોનમાં અપલોડ કરી હતી. ઓસ્ટેલિયાના પર્થ શહેરમાં, કેનેડાના ટોરન્ટો- ઓટાવામાં ભરતિયા હાઈ કમિશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઊજવણી કરવામાં આવી હતી. કેનેડામાં કેલગરી, એડમન્ટન તેમજ અમેરિકામાં શિકાગો, વોશિંગ્ટન, સહિત જે શહેરોમાં ભારતીયોનો વધુ વસવાટ છે. તે તમામ શહેરોમાં ભારતના 77માં સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી.
15મી ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ છે ત્યારે અમેરિકાએ તેમના U.S. કોન્સ્યુલેટમાં ભારતીયો સાથે મળીને સુંદર રંગોળી બનાવી ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી કરી છે. આ રંગોળીનો વીડિયો યૂ-ટ્યૂબ સાઇટ પર અપલોડ પણ કરવામાં આવ્યો હતો.
U.S. કોન્સ્યુલેટ તરફથી આપવામાં આવેલો મેસેજ આપવામાં આવ્યો હતો. મિત્રો, ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, અમે તમારી સાથે એક વિડિયો શેર કરવા માંગીએ છીએ જે કોન્સ્યુલેટ સમુદાયે 15 ઓગસ્ટની ઊજવણી માટે બનાવેલો છે. અમે આશા રાખીએ છીએ કે 15મી ઓગસ્ટનો દિવસ તમારો સારો પસાર થશે કારણ કે તમે આઝાદી પછીની ભારતની સફર અને તેના મૂલ્યો પર ચિંતન કરશો અને તેને જાળવી રાખશો.
અમેરિકામાં રહેતા ભારતીય પરિવારો નવી પેઢી અમેરિકામાં જન્મ લઈ રહી છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતથી હજારો કિમી દૂર રહેલા ભારતીયો દેશભક્તિના રંગે રંગાયા છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ઠક્કર પરિવારની 5 વર્ષની દીકરી કૈરા પાસે ગજબનું ટેલેન્ટ છે. તેને ભારતનું રાષ્ટ્રગીત અને ભારતીય રાષ્ટ્રપતિઓના નામ યાદ છે. તેની માતા આરોહી, @aarohij2021 નામના ઈન્સ્ટાગ્રામ પર કૈરાની ટેલેન્ટના વીડિયો શેયર કરતી રહે છે. કૈરાના માતા આરોહી અને રોનક ઠક્કર મૂળ અમદાવાદના છે. તેમણે અમેરિકામાં રહીને પણ ભારતની મહાનતાથી પોતાની દીકરીને વાકેફ કરાવી છે.