- પીએમ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ
- આજે 91 મો એપિસોડ 11 વાગ્યે પીએમ મોદીનું સંબોધન
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે આ શોનો 91મો એપિસોડ છે.આજે 31મી જુલાઈને રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે ટેલિવિઝન અને રેડિયો દ્વારા વાતચીત કરશે. અગાઉ, વડાપ્રધાન કાર્યાલયે લોકોને કાર્યક્રમ માટે તેમના મંતવ્યો અને સૂચનો શેર કરવા અપીલ કરી હતી.
આ એપિસોડને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આજના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પ્રથમ આદિવાસી પ્રમુખ દ્રૌપદી મુર્મુના જીવન અને સંઘર્ષ વિશે ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ માટે ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કરી શકે છે.
તે જ સમયે, તે દેશવાસીઓને દેશમાં મંકીપોક્સના સંભવિત જોખમ વિશે પણ ચેતવણી તથા વાતચીત કરવાની સંભાવનાો સેવાઈ રહી છે.આ સહીત આજના કાર્યક્રમમાં આઝાદીના 75 વર્ષ, હર ઘર ત્રિરંગા, પશુપાલન, કૃષિ, ખેડૂતો, ચોમાસુ, ખેલજગત, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ થયેલા ઉમદા કાર્યોનો પણ ઉલ્લખ કરવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે એમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કી બાત કરે છે. આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ વડાપ્રધાનને આપી શકે છે.