Site icon Revoi.in

મળો આ 95 વર્ષના વસુબાને- 50 વર્ષથી ઘાર્મિક વાંચવાનો શોખ ધરાવતા બા એ 11 વર્ષમાં પોતાના હાથથી 60 પુસ્તકો લખ્યા

Social Share

સામાન્ય રીતે એક કહેવત છે મન હોય તો માંડવે જવાય……….એજ રીતે શીખવાને કોઈ ઉમંર મર્યાદા નથી,,,,,,,,આવી જ એક કહેવત ગીર સોમનાથ જીલ્લાના કાંજલી ગામે રહેતા 95 વર્ષના વસુબા એ સિદ્ધી કરી બતાવી છે, જેઓને ઘાર્મિક પસ્કતો વાંચવાનો ઘણો શોખ હતો, છેલ્લા 50 વર્ષમાં તેમણે અનેક પુસ્તકો વાંચ્યા છે.જો કે વાત આટલામાં સિમીત રહેતી નથી, આ બા વાંચતા વાંચતા લખવાનું પણ શરુ કર્યું

વેરાવળ તાલુકાના કાજલી ગામમાં રહેતા વાસુબા કરશનભાઈ ઝાલા 95 વર્ષના છે તેઓ છેલ્લા પચાસ વર્ષથી ધાર્મિક પુસ્તકોનું અહર્નિશ વાંચન કરતા હતા.લખવાનો શોખ તેમનો છેલ્લા 11 વર્ષનો છે અને આ સમયગાળામાં તેમણે પોતાના હાથે થી પુસ્તકો લખ્યા છે.

ધાર્મિક પુસ્તકો વાંચ્યા બહાદ વસુબા એ હાથેથી  રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, શિવપૂરાણ જેવા ગ્રંથોનો લાર ચોપડામાં ઉકાર્યો છે,જો કે કોી ખ્યાતિ મેળવવા નહી માત્રને માત્ર પરમાત્મા સાથે જોડાયને તેમને ખુશી મળે તે માટે તેમણે આ કાર્ય કર્યું છે.

આ સાથે જ બા એ ભગવાન રામ, કૃષ્ણ, શિવ સહિત અસંખ્ય દેવી દેવતાઓ પર પણ વેરાવળના વાસુબાએ ભાવ ગીતો પણ લખ્યા છે. પહેલા તેમણે 50 વર્ષ વાંચન ચાલુ જ રાખ્યું અને હવે તેમણ 60 જેટલા પુસ્તકો ચોપડામાં લખી દીધા છે.

વસુબા ખૂબજ ધાર્મિક જીવન જીવે છે, પરમાત્મા સાથે જોડાયેલા રહે છે,દરરોજ વહેલા ઉઠી આરતી-પૂજા કરી દીનચર્યાનો આરંભ કરે છે. નિત્ય કામ બાદ તેઓ લેખન પ્રવૃતિ શરૂ કરે. આ સાથે જ તેમને ટેલીવિઝન પર ધાર્મિક સિરીયલો જોવાનો શોખ છે .જ્યારે લેપટોપ ્ને ટેલનો યુગમાં લોકો પેન પકડવાનું ભૂલી રહ્યા છે તેવા યુગમાં વસુબા એ 60 પુસ્તકો હાથેથી લખ્યા છે જે ઘણી મોટી વાત કહેવાય