ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ વિભાગ હસ્તકની 97 જેટલી સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.10મી જાન્યુઆરી 2022ના રોજ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કરવામાં આવતી દસ્તાવેજ અંગેની રજિસ્ટ્રેશનની કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. જેની નોંધ લેવા દસ્તાવેજની કામગીરી સાથે સંકળાયેલા વકીલો, બોન્ડ રાઇટરો (દસ્તાવેજ લેખક) અને રાજ્યની જાહેર જનતાને નોંધ લેવા નોંધણી સર નિરિક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
સબ રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાઓમાં કાર્યરત વિવિધ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ફરજ બજાવતા સીધી ભરતીથી નિમણૂંક પામેલા સબ રજિસ્ટ્રાર વર્ગ-3 તથા કારકુન વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ માટે આગામી તા. 8,9,10,જાન્યુઆરી 2022 દરમિયાન સબ રજિસ્ટ્રારની ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા દ્વારા યોજાનારી ખાતાકીય પરીક્ષામાં નિયમિત સબ રજિસ્ટ્રાર તથા ઇન્ચાર્જ સબ રજિસ્ટ્રાર સહિત અંદાજે કુલ 373 જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી રાજ્યભરની 97 જેટલી કચેરીઓ સંપૂર્ણ બંધ રહેશે.
ગાંધીનગર જિલ્લામાં માણસા સબ રજિસ્ટ્રાર કચેરી સંપૂર્ણ બંધ રહેશે. જયારે ગાંધીનગર સબ રજિસ્ટ્રાર ખાતે કુલ 4 પૈકી બે ટોકન સ્લોટ બંધ રહેશે. સબ રજિસ્ટ્રાર કચેરી મહેસાણામાં બે પૈકી એક ટોકન સ્લોટ અને સબ રજિસ્ટ્રાર કચેરી કડી ખાતે એક ટોકન સ્લોટ બંધ રહેશે. વલસાડ જિલ્લાના વાપી સબ રજિસ્ટ્રાર કચેરીમાં બે પૈકી એક ટોકન સ્લોટ બંધ રહેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તા. 10મી જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ, ધોલેરા, ધંધુકા, વિરમગામ, માંડલ, ધોળકા, વેજલપુર તથા અમદાવાદ કોર્પોરેશનમાં નરોડા-૬ તથા ઓઢવ-૭ની સબ રજિસ્ટ્રાર કચેરી, અમરેલી જિલ્લાની બગસરા તથા વડીયા, આણંદ જિલ્લાની પેટલાદ, બોરસદ, ખંભાત, આંકલાવ, સોજીત્રા તથા તારાપુર, ખેડા જિલ્લાની મહુધા, કપડવંજ, વસો તથા ઠાસરા, ગાંધીનગર જિલ્લામાં માણસા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા, જુનાગઢ જિલ્લામાં વિસાવદર, માળીયા હાટીના, ભેંસાણ, જુનાગઢ-૨, મેંદરડા, માંગરોળ તથા વંથલી, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, કોડીનાર તથા ઉના, દાહોદ જિલ્લાની દાહોદ અને ઝાલોદ-૨, પાટણ જિલ્લાની સરસ્વતી, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, રાધનપુર તથા સાંતલપુર અને મહિસાગર (લુણાવાડા) જિલ્લાની વિરપુર સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ રહેશે.
જ્યારે બનાસકાંઠા જિલ્લાની વડગામ, દાંતીવાડા, દિયોદર, શિહોરી, સુઈગામ, અમીરગઢ, લાખણી, ધાનેરા તથા ભાભર, ભાવનગર જિલ્લાની ભાવનગર ઝોન-૧,૨,૩ અને ૪, તળાજા, પાલીતાણા, શિહોર, ગારીયાધર, ઉમરાળા, વલ્લભીપુર, ઘોઘા અને જેસર, બોટાદ જિલ્લાની બોટાદ, ગઢડા, રાણપુર તથા બરવાળા, મહેસાણા જિલ્લાની વિસનગર, સતલાસણા, બેચરાજી, જોટાણા અને વિજાપુર, રાજકોટ જિલ્લાની રાજકોટ ઝોન-૩, ૮, ગોંડલ, ધોરાજી, ઉપલેટા તથા જસદણ, મોરબી જિલ્લાની હળવદ, છોટા ઉદેપુર જિલ્લાની ક્વાંટ અને નસવાડી, વલસાડ જિલ્લાની ધરમપુર અને કપરાડા જયારે વાપીમાં બે પૈકી એક ટોકન સ્લોટ સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર તથા પોશીના, સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, મુળી, લખતર તથા દસાડા-પાટડી અને તાપી જિલ્લાની વાલોડ તથા સોનગઢની સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ રહેશે