1. Home
  2. ગુજરાતી
  3. ભાજપ વિરોધી મતો કોંગ્રેસને ન મળે તે માટે આમ આદમી પાર્ટીને ગુજરાત લાવવામાં આવી છે, હાર્દિક પટેલ
ભાજપ વિરોધી મતો કોંગ્રેસને ન મળે તે માટે આમ આદમી પાર્ટીને ગુજરાત લાવવામાં આવી છે, હાર્દિક પટેલ

ભાજપ વિરોધી મતો કોંગ્રેસને ન મળે તે માટે આમ આદમી પાર્ટીને ગુજરાત લાવવામાં આવી છે, હાર્દિક પટેલ

0
Social Share

રાજકોટઃ ગુજરાતમાં ભાજપ સામે લોકોનો વિરોઘ વધતો જાય છે. વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ વિરોધી મતો કોંગ્રેસમાં જાય નહીં તે માટે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાવવામાં આવી છે. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. ભાજપ ગમે તે કરે તેને ચૂંટણીમાં સફળતા મળવાની નથી તેમ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે જણાવ્યું હતું.

રાજકોટમાં હાલ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સભ્ય નોંધણી અભિયાન હેઠળ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જેમ અમે કોઇને ધમકાવીને અને દબાવીને નથી રાખી શકતા. નિખિલ સવાણી હાલ આમ આદમી પાર્ટીમાં ગયા છે તેનાથી કોંગ્રેસને કંઈ ફેર નથી પડતો. તેમને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે. કોંગ્રેસ પર આમ આદમી પાર્ટીની નજર છે. પરંતુ અમારા કરતા તો ભાજપના વધુ ઉમેદવારો ‘આપ’માં ગયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ભાજપથી નારાજ મતદારો વિરોધપક્ષ કોંગ્રેસમાં ન જાય. એટલા માટે આમ આદમી પાર્ટીને ઉભી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીને મત મળે અને કોંગ્રેસ સત્તામાં ન આવે તે માટે આ ભાજપનું ષડયંત્ર છે.પરંતુ આવતી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠક પર જીત મેળવશે તેનો મને વિશ્વાસ છે. આ પહેલા 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતો પરંતુ આ વર્ષે તમામ સમાજ ભાજપથી નારાજ છે. વિપક્ષ કામ કરે છે પરંતુ જનતાએ સાથે આવી સહકાર આપવો જોઇએ. પ્રજાનો અવાજ અને ફરિયાદ સાંભળવા અમે કાર્યરત છીએ. કોંગ્રેસમાં હાલ યુથ કોંગ્રેસની ટીમ મજબુત બની છે. અને આજે ઓનલાઇન મેમ્બર શીપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ અભિયાન 20 જુલાઇથી 20 ઓગસ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે. કોંગ્રેસ યુવાનોને આગળ લાવવા માટે હરહંમેશ પ્રયાસ કરી રહી છે. હવે ગુજરાતના નેતૃત્વનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. પંજાબમાં નિર્ણય લેવાયો બાદમાં ગોવા અને પછી ગુજરાત અંગે નિર્ણય લેવામાં આવશે.

​​​​​

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code