સિંઘુ બોર્ડર પર આપ સરકાર વાઈફાઈની સુવિધા આપશે- આંદોલન કરતા ખેડૂતોની હતી માંગ
- ખેડૂતોની માંગને આપ સરકાર કરશે પુરી
- હોસપોટ વાઈફાઈની આપશે સુવિધા આપ સરકાર
દિલ્હીઃ-આમ આદમી પાર્ટીએ સિંઘુ બોર્ડર પર વાઇ-ફાઇ લગાવવાની જાહેરાત કરી છે, ખેડૂત આંદોલનકારીઓની માંગને પગલે આમ આદમી પાર્ટી સિંઘુ બોર્ડર પર વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવિધા આપશે. આમ આદમી પાર્ટી સિંઘુ બોર્ડર પર જુદા જુદા સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ સ્થાપિત કરશે.
આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે, Wi-Fi હોટસ્પોટનો રેડિયસ 100 મીટરનો રાખવામાં આવશે. સિંઘુ બોર્ડર પર, જ્યાં ઇન્ટરનેટ નેટવર્ક સ્લો છે તેવા સ્થળો ખેડૂતોના સૂચનોના આધારે ઓળખવામાં આવશે. સિંઘુ બોર્ડર પર લગાવાયેલા Wi-Fi નો ખર્ચ આમ આદમી પાર્ટી ઉઠાવશે.
જોકે, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર વાઈ-ફાઇ નહીં મૂકવાના પ્રશ્ને આમ આદમી પાર્ટીના ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સિંઘુ બોર્ડર પર યોજાયેલા કીર્તન દરબારમાં ભાગ લીધો હતો.અને મોદી સરકાર પર શાબ્દીક પ્રહાર કર્યા હતા અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.
સાહિન-