Site icon Revoi.in

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં જાહેર જગ્યા બ્લાસ્ટની ધટનાના આરોપીની થઈ ઘરપકડ

Social Share

દિલ્હીઃ- તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકોના મોતના એહવાલ છે તો સાથએ 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી ત્યારે હવે આ ઘટનાના માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના વિતેલી રાત્રે ઇસ્તંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં સાંજે સાડા 4 વાગ્યે આપસપાસ થયો હતો જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ઈસ્તાંબુલમાં રવિવારનો હુમલો આતંકવાદી હુમલો હતો. તુર્કી સરકારે આપેલી જાણકારી અનુસાર હુમલાની પેટર્ન અને તપાસમાં આ હુમલો આતંકી હુમલો કહેવાય રહ્યો હતો પરિણામે આ આતંકીની ધરપકડ કરી લેવાઈ છે.

આ મામલે ન્ઝયૂ એજન્સી એએફપીએ આંતરિક મંત્રીના હવાલાથી જણાવ્યું છે કે ઈસ્તાંબુલ બોમ્બ ધડાકા માટે જવાબદાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તુર્કીના મંત્રીએ ઈસ્તાંબુલ બોમ્બ વિસ્ફોટ માટે કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (PKK)ને જવાબદાર ગણાવ્યું  છે.

ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ સોમવારે જણાવ્યું હતું કે, ઇસ્તિકલાલ એવન્યુ ખાતે બોમ્બ હુમલા માટે જવાબદાર વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મંત્રી સોયલુને ટાંકીને, અનાદોલુ એજન્સીએ સોમવારે વહેલી સવારે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ધરપકડના સમાચાર શેર કર્યા.