Site icon Revoi.in

સુરતના ડાયમંડના વેપારીઓની ચપળતા, હાથમાં આવેલી મહત્વની તકનો આ રીતે કર્યો ઉપયોગ

Social Share

સુરત: ગુજરાતનું એવું શહેર કે જે દેશભરમાં ડાયમંડના વેપાર માટે ઓળખાય છે. નામ તો તમે જાણી જ ગયા હશો. હા.. વાત છે સુરતની.. કે જ્યાં એક સમય એવો હતો કે લોકો રિયલ ડાયમંડની જ માંગણી જ કરતા હતાં. જોકે હવે સમય બદલાયો છે.

તો વાત એવી છે કે ડાયમંડના વેપારમાં હવે બદલાવ જોવા મળી રહ્યા છે. રિયલ ડાયમંડની જેમ હવે વિદેશી માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની માંગ પણ ‌વધી રહી છે

લોકો હવે આ ડાયમંડ માંથી બનેલી જ્વેલરી પણ પહેરતા થયા છે. આ ડાયમંડ સસ્તો તો હોય જ છે પરંતુ તે દેખાવમાં રિયલ જેવો જ લાગે છે, ત્યારે ડાયમંડનું હબ ગણતા સુરત શહેરના હીરા વેપારીઓને તેમાં તક દેખાઈ રહી છે.

આ કારણોસર સુરત શહેરમાં 6 વર્ષમાં 400 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ શરૂ થઈ ગઈ છે. આ ડાયમંડની માંગમાં 3 મહિનામાં 38 ટકાનો તથા 3 વર્ષમાં 300 ટકાનો વધારો થયો છે.

સુરતમાં કટિંગ અને પોલીસિંગ માટે જાણીતું છે, દુનિયાના 11 સૌથી મહત્વના હીરાઓ પૈકી નવ પર કટિંગ અને પોલીસિંગ કરવામાં આવે છે. ત્યારે હવે વિદેશના માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી બનેલી જ્વેલરીને લોકો સ્વીકારતા થયા છે, ત્યારે સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડ બનાવતી કંપનીઓ પણ વધી છે. સુરત શહેરમાં એક અંદાજ મુજબ નાની-મોટી મળીને 400 ડાયમંડ કંપનીઓ કાર્યરત છે. જ્યા લેબમાં જ હીરા બનાવવામાં આવે છે. જે કંપનીઓ સુરતમાં આ લેબગ્રોન ડાયમંડ બનાવે છે, તેમના ગ્રાહકો અમેરિકા, હોંગકોગ જેવા દેશોમાં ફેલાયેલા છે.

સુરતમાં જેટલા ડાયમંડ બને છે તે તમામ મોટા ભાગે એક્સપોર્ટ થઈ રહ્યા છે. પરંતુ શહેરમાં હવે ધીમે ધીમે લેબગ્રોન ડાયમંડમાંથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે. હાલ શહેરમાં આવી 4 કંપનીઓ કાર્યરત છે. જે મોટાભાગની જ્વેલરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે.