- ભારત અને જાપાન વચ્ચે સમજોતો
- ચીનની ચિંતામાં થયો વધારો
- બન્ને દેશના નેતાઓ એ એકબીજાનો આભાર માન્યો
સીમા વિવાદને લઈને એલએસી પર ચાલી રહેલા ભારતએ હિન્દુ મહાસાગરમાં પણ ચીનની ઘેરાબંઘી ઝડપી બનાવી છે, ભારત અને જાપાન વચ્ચે થયેલા ઐતિહાસિક રક્ષા સમજોતાને મહત્વનો માનવામાં આવે છે. આ સમજોતા બાદ પ્રધાનમંત્રી મોદી જાપાની પ્રધાનમંત્રી શિંજો આબેથી ફોન પર વાત પણ કરી. મોદી અને આબે બંને નેતાઓનો રક્ષા માટે એકબીજાનો આભાર વ્યક્ત કર્યો.
આવો સમજોતો પ્રથં વખત થયો છે કે જ્યારે જાપાન સાથે સશસ્ત્ર દળોને પરસ્પર સેવાઓ પૂરી પાડવામાં આવશે. ભારત અને જાપાન વચ્ચે પહેલાથી જ વ્યૂહાત્મક સંબંધો છે, પરંતુ ચીન સાથેના હાલના વિવાદ વચ્ચેનો આ સોદો હિંદ મહાસાગરમાં ચીનની ઘેરાબંધીને તોડી શકે છે. અથવા ચો રોકી શકે છે. આ ડીલ બાદ ભારત હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક લીડ પણ લઈ શકે છે.
બન્ને દેશઓના આ કરાર બાદ જાપાની સેનાઓ ભારતીય સૈન્યને તેમના ઠેકાણાઓ પર જરૂરી સામગ્રીની સપ્લાય કરી શકશે. તેમજ ભારતીય સેનાના સંરક્ષણ સાધનોની સર્વિસ પણ કરવામાં આવશે. આ સુવિધા ભારતીય સેનાના અડ્ડા પર જાપાની સેનાઓને પણ મળશે. યુદ્ધની સ્થિતિમાં, આ સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોદી અને આબે બંનેએ આશા વ્યક્ત કરી હતી કે આ ડીલથી બંને દેશોના સંરક્ષણ સહયોગ વધુ મજબુત થશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સલામતીમાં મદદ કરશે.
જાપાનના વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કરારથી બંને દેશોની સૈન્ય વચ્ચે ઘનિષ્ઠ સહકારને પ્રોત્સાહન મળશે. અપેક્ષા રાખવામાં આવે છે કે આ સોદાથી જાપાનીઓ અને ભારતીય સશસ્ત્ર દળો વચ્ચે પુરવઠો અને સેવાઓના સરળ અને ઝડપી આદાનપ્રદાનને સરળ બનાવશે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ભારત અને જાપાનના સશસ્ત્ર સૈન્ય વચ્ચે પરસ્પર સહયોગ વધવાની સાથે સાથે બંને દેશો વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય સંરક્ષણ પ્રવૃત્તિઓમાં વધુ વધારો થશે.
સાહીન-