પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગે ટિકિટ ચેકિંગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
- પશ્ચિમ રેલ્વે ડિવિઝને ચેકીંગમાં મેળવી ઉલ્લેખનીય ઉપલબ્ધતા
- ટિકિટ ચેકિંગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
- એક અઠવાડિયામાં 81 લાખ રૂપિયાથી વધુ ની આવક
અમદાવાદ :પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર અનધિકૃત મુસાફરી પર વિરામ લગાવવા ના ઉદ્દેશ્ય થી નિયમિત ટિકિટ ચેકીંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.1 થી 7 નવેમ્બર 2021 સુધી (એક અઠવાડિયા માં) ચલાવવામાં આવેલ આ પ્રકારના ચેકીંગ અભિયાન દ્વારા વગર ટિકિટ/અનિયમિત મુસાફરીના લગભગ 11236 કેસ પ્રાપ્ત થયા જેમાં વગર બુક કરેલ સામાન ના કેસ પણ સામેલ છે. આના પરિણામ સ્વરૂપ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 81 લાખ રૂપિયા થી વધુ આવકની પ્રાપ્તિ થઇ છે.
મંડળ રેલ પ્રવક્તા એ જણાવ્યું કે,પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનનું 1 થી 7 નવેમ્બર સુધી ચલાવવામાં આવેલ આ પ્રકારના ચેકીંગ અભિયાન દરમિયાન એક રેકોર્ડ બનાવ્યું. સઘન તપાસ અભિયાન દરમિયાન 81 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. જે અત્યાર સુધી એક અઠવાડિયામાં પ્રાપ્ત કરેલ સર્વાધિક આંકડો છે.
મુસાફરોને વિનંતી છે કે,અસુવિધા થી બચવા માટે યોગ્ય અને માન્ય ટિકિટો સાથે મુસાફરી કરે અને મુસાફરી દરમિયાન માન્ય ઓળખપત્ર પોતાની સાથે રાખે. સાથે જ, મુસાફરો ને હંમેશા માસ્ક ની સાથે મુસાફરી કરવી જોઈએ અને યોગ્ય સ્વાસ્થ્ય પ્રોટોકૉલ નું પાલન કરવું જોઈએ જેમ કે કોવિડ-19 માટે આવશ્યક છે.