Site icon Revoi.in

હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા અસ્થાયી રુપે રોકવામાં આવી

Social Share

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો માત્ર 7 દિવસમાં જ 80 હજારથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા પહોચ્યા છે જે એક નવો રેકોર્ડ છે સાથે જ હવામાનની સ્થિતિ આજરોજ વધુ ખરાબ જણાઈ રહી હોવાથઈ અસ્થાયી રુપે અમરનાથસ યાત્રા અટકાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પર ખરાબ હવામાનને કારણે સાવચેતીના પગલા તરીકે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.

સત્તાવાર માહિતી પ્રમાણે, પ્રતિકૂળ હવામાનને કારણે, યાત્રીઓના કોઈ નવા જથ્થાને આજે પરંપરાગત નુનવાન, પહેલગામ બેઝ કેમ્પ અને સૌથી નાના બાલટાલ થઈને ડુમેલ થઈને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આજરોજ શુક્રવારે  પહલગામથી અમરનાથ ગુફાના માર્ગો પર વચ્ચે-વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સહીત આંશિક વાદળછાયું રહેશે અને વચ્ચે-વચ્ચે વરસાદ પણ પડી શકે છે.જો કે  16 જુલાઈની બપોરથી હવામાનમાં સુધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.આ સાથે જ  24 કલાક હવામાન પર નજર રાખવામાં આવી રહી છે.

આઅ સહીત પહેલગામ અને બાલટાલ માર્ગ પર હજુ પણ વરસાદ પડી રહ્યો છે. હવામાન સારુ થયા બાદ જ યાત્રા ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે, ઉલ્લેખનીય છે કે   ગુરુવારે વહેલી સવાર સુધી એક લાખ 53 હજાર 863 શ્રદ્ધાળુઓએ બર્ફાની બાબાના પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા.