આંધ્રપ્રદેશ સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પર સભાઓ અને રેલીઓ યોજવા પર મૂક્યો પ્રતિબંધ
- આંઘ્રપ્રપદેશ સરકારનો મહત્વનો નિર્ણય
- હવે જાહેર રસ્તાઓ માર્ગો પર નહી યોજાય રેલી સભાઓ
આંધ્રપ્રદેશમાં ગયા અઠવાડિયે મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીની એક રેલીમાં નાસભાગની બે ઘટનાઓને પગલે સરકાર હવે એક્શનમાં આવી છે.સરકારે હવે આ મામલે ખાસ નિર્ણય લીધો છે.સરકારના આ નિર્રણય હેઠળ સ્તાઓ પર જાહેર સભાઓ અને રેલીઓ યોજવામાં આવશે નહીં, કારણ કે રાજ્ય સરકારે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
જારી કરવામાં આવેલા આદેશ માં આદેશમાં, અગ્ર સચિવહરીશ કુમાર ગુપ્તાએ સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને “જાહેર સભાઓ માટે જાહેર રસ્તાઓથી દૂર હોય તેવા સ્થળોની ઓળખ કરવા જણાવ્યું છે, જેથી ટ્રાફિક, લોકોની અવરજવર, કટોકટી સેવાઓ, આવશ્યક અવરજવર અને માલ લાવવા લઈજવામાં અવરોધ ન આવે તેનું ધ્યાન રાખવા જણા્વ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કંદુકુરુમાં આયોજિત રેલીમાં ભાગદોડ મચી જવાથી 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ સોમવારે મોડી રાત્રે પોલીસ એક્ટ-1861ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત આદેશો જારી કરવામાં આવ્યા હતા.
આ સાથએ જ સરકારે તેના આદેશમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત વિવિધ રસ્તાઓ પર કોઈપણ જાહેર સભા યોજવાનો અધિકાર પોલીસ અધિનિયમ, 1861ની કલમ 30 હેઠળ નિયમનને આધીન છે, તેથી આંધ્ર પ્રદેશ સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિતના રસ્તાઓ પર જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.