પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા બનાસડેરી અને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના કાંકરેજ તાલુકાના 109 ગામોમાં સઘન રસીકરણ કરાશે. દોઢ લાખથી વધુ પશુઓને દસ દિવસમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસિકરણ કરાશે. તંત્ર દ્વારા 62 હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ 20 હજાર પશુઓને આજથી ખરવા મોવાસાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ખરવા મોવાસા નામના રોગે હાહાકાર મચાવ્યો છે. આ રોગના કારણે પશુ પાલકોના દુધાળા પશુઓ મોતને પણ ભેટી રહ્યા છે. થરાદના જેટા અને મલુપુર ગામે ખરવા-મોવાસા રોગથી અસંખ્ય પશુઓ મોતને ભેટ્યા હતા. અન્ય તાલુકાઓમાં પણ પશુઓમાં ખરવા-મોવાસા નામના રોગચાળાએ માથું ઉચક્યું હતું. આથી બનાસડેરી અને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. દોઢ લાખથી વધુ પશુઓને દસ દિવસમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસિકરણ કરાશે. હાલ ખરવા-મોવાસા રોગને લઈને તંત્રએ કાંકરેજ વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે. કાંકરેજના 89 ગ્રામ પંચાયતના 109 ગામમાં સઘન રસીકરણ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પશુપાલન વિભાગના અધિકારીઓ જિલ્લાના તમામ ગામોમાંથી માહિતી મેળવી રહ્યા છે. તંત્ર દ્વારા 62 હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ 20 હજાર પશુઓને રસી અપાશે. ખરવા મોવાસાની રસી આપવાનાનું ચાલુ છે. જોકે, આ કામગીરીમાં બનાસ ડેરી દ્વારા ગામડાઓની ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અને મંત્રીને ફાળવવામાં આવ્યા છે. રસીના ડોઝ જિલ્લા પંચાયતના 32 નિરીક્ષકોની નિગરાની હેઠળ બનાસ ડેરીના 70 કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.