અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની ઉત્તરવહી અવલોકન, ગુણ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આથી ગુણ ચકાસણી કે ઉત્તરવહી અવલોકનમાં કોઇ સુધારો થયો છે કે નહી તેનો રિપોર્ટ તેમજ ઓએમઆર સીટની કોપી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે શિક્ષણ બોર્ડ વેબસાઇટ ઉપર મુકાશે. આથી વિદ્યાર્થીઓએ તારીખ 16મી, જૂનથી તારીખ 26મી, જૂન-2023 સુધીમાં બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાનો શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહી અવલોકન તેમજ ગુણ ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આથી જે વિદ્યાર્થીઓને ગુણમાં વધારો થયો છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓના ગુણમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જે વિદ્યાર્થીઓના ગુણમાં ઘટાડો થયો છે સહિતની વિગતોવાળો રિપોર્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વધુમાં જે વિદ્યાર્થીઓએ ઓએમઆર સીટ માટે અરજી કરી છે. આથી ગુણ ચકાસણી, ઉત્તરવહિ અવલોકનમાં સુધારાનો રિપોર્ટ તેમજ ઓએમઆર સીટને શિક્ષણ બોર્ડ પોતાની વેબસાઇટ ઉપર મુકશે. આથી વિદ્યાર્થીઓએ તારીખ 16મી, જૂનથી તારીખ 26મી, જૂન-2023 સુધીમાં વેબસાઇટ ઉપરથી બેઠક નંબર, મોબાઇલ નંબર અને પાસવર્ડના આધારે લોગ ઇન કરીને ઓનલાઇન ડાઉનલોડ કરવાની રહેશે.
બોર્ડની યાદીમાં જણાવાયું છે. કે, ધોરણ 12 સાયન્સની ઉત્તરવહીઓમાં અવલોકન કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયો છે. તેવા વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ શાળાઓએ સુધારેલા ગુણપત્રક અને પ્રમાણપત્રોને સબંધિત વિદ્યાર્થીઓમાં વિતરણ કરીને તેઓના અગાઉના ગુણપત્રક અને પ્રમાણપત્રો જમા લઇને શાળાઓએ શિક્ષણ બોર્ડ કચેરીની ક’ શાખામાં જમા કરાવવાના રહેશે. વધુમાં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષ્યમાં નાપાસ હોય અને પૂરક પરીક્ષાને પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓના નામ અને બેઠક નંબર સાથેની લેટરપેડ ઉપર યાદી તેમજ જરૂરી ફીનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર નામે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવીને તેમજ જરૂરી દસ્તાવેજો સાથે મદદનીશ સચિવ (વિજ્ઞાન પ્રવાહ)ના નામે રજિસ્ટર્ડ પોસ્ટથી અથવા રૂબરૂ તારીખ 26મી, જૂન-2023 સુધી મોકલી આપવાનો રહેશે.