Site icon Revoi.in

સેનાએ ઈમરજન્સી ઓપરેશન માટે ફરી ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલનને આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ- સેનાના ઘ્રુવ હેલિકોપ્ટર સાથે અનેક ઘટનાો બન્યા બાદ સેનાએ તેના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે હવે સેનાએ તેના ઈમરજન્સી ઉપયોગ માટે ફરી મંજૂરી આપી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે સેનાએ ધ્રુવ હેલિકોપ્ટરની સીમિત અને ઈમરજન્સી કામગીરી માટે ફ્લાઇટને મંજૂરી આપી દીધી છે.

જો કે આ મંજૂરી હેઠળ ફક્ત તે જ હેલિકોપ્ટર ઉડાન ભરી શકશે, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે જેની ચકાસણી પુરેપુરી થી ચૂકી છે અને તે ઉડાન માટે યોગ્ય  જણાયું છે. બે મહિનામાં આ હેલિકોપ્ટરના ત્રણ અકસ્માત થયા ત્યારે સેનાએ દેશમાં બનેલા ધ્રુવ હેલિકોપ્ટર પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે 4 મેના રોજ જમ્મુના કિશ્તવાડમાં અકસ્માતમાં એક ટેકનિકલ સૈનિકનું મોત થયું હતું અને બંને પાઈલટ ઉડતી વખતે ઘાયલ થયા હતા.ત્યાર બાદ સેનાએ આ હેલિકોપ્ટરના ઉપયોગ પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યો હતો.

જો કે આ પહેલા પણ 8 માર્ચે ધ્રુવને મુંબઈના કિનારે અરબી સમુદ્ર પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અને ત્યારબાદ 26 માર્ચે કાસ્ટગાર્ડના ધ્રુવ હેલિકોપ્ટરને કેરળના કોચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ પ્રકારની ઘટના બાદ સેના એ તાત્કાલિક અસરથી નિર્ણય લીધો હતો જેથી કરીને આ પ્રકારની ઘટના બનચા રોકી શકાય અને તમામા હેલિકોપ્ટરની ચકાસણીના આદેશ પણ આપ્યા હતા.