1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં મેઘાનું આગમન, ઈકબાલગઢમાં ભારે વરસાદથી હાઈ-વે પર ઢીંચણસમા પાણી ભરાયા
બનાસકાંઠામાં મેઘાનું આગમન, ઈકબાલગઢમાં ભારે વરસાદથી હાઈ-વે પર ઢીંચણસમા પાણી ભરાયા

બનાસકાંઠામાં મેઘાનું આગમન, ઈકબાલગઢમાં ભારે વરસાદથી હાઈ-વે પર ઢીંચણસમા પાણી ભરાયા

0
Social Share

પાલનપુરઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસુ સીઝનમાં હજુ માત્ર 33.98 ટકા જ વરસાદ થયો છે. ઈકબાલગઢમાં તો ભારે વરસાદથી રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પડેલા વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં નેશનલ હાઈવે પરથી મેન માર્કેટમાં જવાના રસ્તા ઉપર વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે ઢીંચણસમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, નહિવત વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. અહિંથી પાણીની નિકાલ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.

ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ કલાક સુધી ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી માત્ર 33.98 ટકા જ વરસાદ થયો છે. ઓછો વરસાદ થતા હજુ સુધી જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે સારો વરસાદ પડે અને જળાશયો ભરાઇ તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code