બેંગ્લોરઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, ચીન, જાપાન, કોરિયા અને મેલેશિયાની ટીમ ભાગ લેશે. આવતીકાલે ગુરુવારે ભારતની પ્રથમ મેચ ચીન સામે રમાશે. પ્રથમ દિવસે કોરિયા વિરુદ્ધ પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ મલેશિયા વચ્ચે મુકાબલો યોજાશે.એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો મુકાબલો 9 ઓગસ્ટે ભારત સાથે થવાનો છે. પાકિસ્તાનની ટીમ 3જી ઓગસ્ટથી મલેશિયા સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની આવતીકાલે ચીન સામે, શુક્રવારે જાપાન સામે, 6 ઓગસ્ટના રોજ મલેશિયા સામે, 7મી ઓગસ્ટના રોજ કોરિયા સામે મેચ રમાશે.
ચેન્નઈમાં 3 ઓગસ્ટના રોજ સાંજે 4 કલાકે કોરિયા વિ જાપાન, સાંજે 6.15 કલાકે મલેશિયા વિરુદ્ધ પાકિસ્તાન અને રાતના 8.30 કલાકે ભારત વિ ચીન વચ્ચે મુકાબલો યોજાશે. આવી જ રીતે શુક્રવારે કોરિયા વિરુદ્ધ પાકિસ્તાન, ચીન વિ મલેશિયા અને ભારત વિ જાપાન મુકાબલો યોજાશે. 5મી ઓગસ્ટના રોજ કોઈ મેચ રમાશે નહીં. 6 ઓગસ્ટના રોજ ચીન વિ કોરિયા, પાકિસ્તાન વિ જાપાન, મલેશિયા વિ. ભારત, તા 7મી ઓગસ્ટના રોજ જાપાન વિ મલેશિયા, પાકિસ્તાન વિરુદ્ધ ચીન, કોરિયા વિ. ભારત વચ્ચે મુકાબલો યોજાશે. 8મી ઓગસ્ટના રોજ કોઈ મેચ રમાશે નહીં. તા. 9મી ઓગસ્ટના રોજ જાપાન વિ ચીન, મલેશિયા વિ કોરિયા, ભારત વિરુદ્ધ પાકિસ્તાન મુકાબલો યોજાશે. તા. 10મી ઓગસ્ટના રોજ કોઈ મેચ રમાશે નહીં. તા. 11મી ઓગસ્ટના રોજ બે સેમિફાઈનલ યોજાશે. જ્યારે 12મી ઓગસ્ટના રોજ ફાઈનલ યોજાશે.