અંબાજીઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુનો ઘટાદાર જંગલ વિસ્તાર જેસોર અભયારણ્ય અડીને આવેલો છે. એકવાર રીંછ અને દીપડા બનાસ નદીના માધ્યમથી અહીં અવરજવર કરતાં રહે છે. જો કે બનાસકાંઠા કરતા માઉન્ટ આબુમાં રિંછની સંખ્યા વધુ છે. બે વર્ષ બાદ માઉન્ટ આબુ અભ્યારણમાં વન્યજીવ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 55 દિપડા હોવાનું ગણતરીમાં સામે આવ્યું છે ગત વર્ષ કરતા 18 દીપડા ઓછા નોંધાયા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ માઉન્ટ આબુના અભ્યારણ્યમાં રીંછની સંખ્યામાં વધારો થયો છે, આ વર્ષે ગણતરીમાં 218 વન કર્મચારીઓ જોડાયા હતા.જેમાં ગત વર્ષ કરતા દીપડાંની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે રિંછની સંખ્યામાં 35નો વધારો કરાયો હતો. 1960માં માઉન્ટ આબુનું વન્ય અભ્યારણ અસ્તિત્વમાં આવ્યું હતું. 326.14 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. માઉન્ટ આબુની હોટલનો ફેંકાયેલો ખોરાક આરોગવા રિંછ અને એકવાર અહીંના ડમ્પિંગ સાઇટ એરિયામાં જોવા મળતા રહે છે. રાત્રિના સમયે રીંછ અને દીપડાઓની તસવીરો સીસીટીવી કેમેરામાં કેદ થતી રહે છે. વન વિભાગ દ્વારા વન્યજીવોની વસતી ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં વર્ષ 2020માં 73 દીપડાં, 107 જંગલી બીલાડી, સાંભર-60, અને રિંછ 183, શિયાળ 31, વાનર 3230, નીલગાય-22, જંગલી ડુક્કર 545ની સંખ્યા નોંધાઈ હતી. જ્યારે વર્ષ 2022માં 55 દીપડાં, નોંધાયા હતા. જ્યારે વર્ષ 2022ના વર્ષમાં જંગલી બીલાડી-105, સાંભર 105, રિંછ 218,ની સંખ્યા નોંધાઈ છે. આ ઉપરાંત વાનર,નીલગાય, જંગલી ડુક્કરની વસતીમાં પણ વધારો થયો છે. વન્યપ્રાણીઓના રક્ષણ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. (file photo)