1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનમાં હુમલો ચોક્કસ અને શક્તિશાળી હતોઃ ઈઝરાયલ PM બેન્જામિન નેતન્યાહુ
ઈરાનમાં હુમલો ચોક્કસ અને શક્તિશાળી હતોઃ ઈઝરાયલ PM બેન્જામિન નેતન્યાહુ

ઈરાનમાં હુમલો ચોક્કસ અને શક્તિશાળી હતોઃ ઈઝરાયલ PM બેન્જામિન નેતન્યાહુ

0
Social Share

તેલઅવીલઃ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેઓ ઈરાન પર ઈઝરાયેલના હવાઈ હુમલાના પરિણામોથી ખુશ છે. “ઈરાનમાં હુમલો ચોક્કસ અને શક્તિશાળી હતો, જેણે તેના તમામ ઉદ્દેશ્યો હાંસલ કર્યા” અલ જઝીરાના રિપોર્ટ મુજબ નેતન્યાહુએ કહ્યું,  “અમે વચન આપ્યું હતું કે અમે ઈરાની હુમલાનો જવાબ આપીશું અને શનિવારે અમે હુમલો કર્યો,”  ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા હુમલાની હિબ્રુ કેલેન્ડર વર્ષગાંઠ નિમિત્તે આપેલા ભાષણમાં તેમણે આ વાત કહી હતી.

આ પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા સૈયદ અલી ખામેનીએ ઈઝરાયેલના હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઈરાન વિરુદ્ધ ઈઝરાયલના તાજેતરના ‘તોફાની કૃત્ય’ને ન તો અતિશયોક્તિ કે ન તો ઓછી આંકવો જોઈએ. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA અનુસાર, સર્વોચ્ચ નેતાએ કહ્યું, ‘ઈઝરાયલે શનિવારે સવારે ઈરાન સામેના હુમલામાં અતિશયોક્તિ કરી. તેના માટે આવું કરવું ખોટું છે, પરંતુ તેણે જે કર્યું તેને ઓછું આંકવું પણ ખોટું છે.

ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શનિવારે ઈરાનમાં કેટલાક સૈન્ય લક્ષ્યો પર ‘ચોક્કસ અને લક્ષિત હુમલા’ની જાહેરાત કરી હતી. આ સાથે તહેરાનને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે તણાવ વધારવાની ભૂલ કરશે તો તેની સામે જવાબી કાર્યવાહી કરવામાં આવશે. IDF અનુસાર, શનિવારે સવારે ત્રણ તબક્કામાં ઇઝરાયેલ એરફોર્સ (IAF)ના સહયોગથી હુમલા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 1 ઓક્ટોબરે તેહરાન બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ હતો.

અલ જઝીરા અનુસાર, ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ચાર સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા છે અને રડાર સિસ્ટમને નુકસાન થયું છે. દરમિયાન, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ કહ્યું કે ઇઝરાયેલના હુમલાની ઇરાનની પરમાણુ સુવિધા પર કોઈ અસર પડી નથી. IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “IAEA નિરીક્ષકો સુરક્ષિત છે અને ઈરાનમાં તેમનું મહત્વપૂર્ણ કાર્ય ચાલુ રાખી રહ્યા છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code