Site icon Revoi.in

હુમલાખોરોને માફ કરવામાં આવશે નહી, મોટી કિંમત ચૂકવવી પડશે – રાષ્ટ્રપતિ જો બાઈડન

Social Share

દિલ્હી: ગુરૂવારના રોજ અફ્ઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 13 નાગરિકો મૃત્યુ પામ્યા હતા તથા અમેરિકાના સૈનિક શહીદ થયા હતા. હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ બાબતે નિવેદન આપ્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકોને માફ કરવામાં આવશે નહીં અને ભૂલીશું નહીં. અમે તમારો શિકાર કરીશું અને તમારે આ મૃત્યોની કિંમત ચૂકવવી પડશે.

બાઈડેન કહ્યું કે અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનથી બચાવીશું. અમે અમારા અફઘાન સાથીઓને બહાર કાઢીશું અને અમારું મિશન ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ જો બાઈડેન કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા હુમલામાં માર્યા ગયેલા અમેરિકન સર્વિસ મેમ્બર્સ હીરો હતા. તે અન્ય લોકોના જીવ બચાવવા માટે એક ખતરનાક અને નિ:સ્વાર્થ મિશનમાં રોકાયેલા હતા. ઓછામાં ઓછા 1,000 અમેરિકનો અને અન્ય ઘણા અફઘાન હજુ કાબુલમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

જો કે આતંકવાદી સંગઠન ISIS-K એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર જીવલેણ બેવડા હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે ગુરુવારે કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની બહાર બે વિસ્ફોટો બાદ અમેરિકી નાગરિકો માટે એરપોર્ટ પર મુસાફરી ટાળવા અને એરપોર્ટ ગેટ ટાળવા માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે.

ઉલ્લેખનીય વાત એ છે કે તાલિબાનના પરત ફરવા પછી અફ્ઘાનિસ્તાનમાં સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. લોકો પોતાના દેશ માટે લડવાના બદલે દેશ મુકીને ભાગી રહ્યા છે. લોકોને પોતાનો દેશ મુકીને અમેરિકા, લંડન અને કેનેડામાં શરણ લેવી છે.