1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીને મળેલા ગીફ્ટ્સની 17 સપ્ટેમ્બર-2જી ઓક્ટોબર દરમિયાન થશે હરાજી – જેની કિંમત રું 100થી લઈને લાખોમાં છે 
PM મોદીને મળેલા ગીફ્ટ્સની 17 સપ્ટેમ્બર-2જી ઓક્ટોબર દરમિયાન થશે હરાજી – જેની કિંમત રું 100થી લઈને લાખોમાં છે 

PM મોદીને મળેલા ગીફ્ટ્સની 17 સપ્ટેમ્બર-2જી ઓક્ટોબર દરમિયાન થશે હરાજી – જેની કિંમત રું 100થી લઈને લાખોમાં છે 

0
Social Share
  • પીએમ મોદીના ગીફ્ટસની થશે હરાજી
  • 17 સપ્ટેમ્બરથી હરાજી શરુ કરાશે

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદી સૌના લોકલાડીલા નેતા છે, માત્ર દેશમાંજ નહી પરંતુ વિદેશમાં પણ પીએમ મોદીના પ્રસંશકો ઘણા છે આ પ્રસંશકો તરફથી પીએમ મોદીની અવારનવાર ગીફ્ટસ આપવામાં આવતી હોય છે.ત્યારે હવે પીએમ મોદીના જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજથી પીએમ મોદીને મળેલા ખજાના એટલે કે ગીફ્ટની હરાજી શરુ કરવામાં આવશે જે 2જી ઓક્ટોબર ગાંઘી જયંતિના દિવસ સુધી આયોજીત કરાઈ છે.

આ હરાજીમાં પીએમ મોદીને ભંટેમાં મળેલી 1 હજાર 200 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. આ વસ્તુઓની તમામ વિગતો ઓનલાઈન ઉપલબ્ધ થશે. તેમની અનામત કિંમત પણ નક્કી કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને મળેલા ગીફ્ટ્સની આ ચોથી હરાજીનું આયોજન કરાયું છે.

આ ગીફ્ટની જો વાત કરીએ તો મધુબની પેઇન્ટિંગથી લઈને તાજેતરમાં ચેન્નાઈ ચેસ ઓલિમ્પિયાડ દરમિયાન રજૂ કરાયેલા ચેસ સેટ સુધીનો સમાવેશ થાય છે.  પીએમ મોદીને મળેલી ભેટ અને સંભારણાની આચોથી હરાજી છે. તેમાં પેરાલિમ્પિયન્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા એથ્લેટ્સ માટે રમતગમતના સાધનોનો પણ સમાવેશ થાય છે.

આ કુલ 1200 મળેલી ભેંટની વસ્તુઓમાંથી 300 ને નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ દરમિયાન જે કોઈ રકમ એકઠી થશે ‘નમામિ ગંગે’ કાર્યક્રમમાં ખર્ચવામાં આવશે. નમામિ ગંગે એ મોદી સરકાર દ્વારા જૂન 2014 માં શરૂ કરાયેલ એક સંકલિત સંરક્ષણ અને કાયાકલ્પ કાર્યક્રમ છેજે નદીઓની ગંદકીને દૂર કરે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code