Site icon Revoi.in

ભારતના આ રાજ્યના CMને ઓસ્ટ્રેલિન સાંસદે પોતાના દેશમાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોડલના વખાણ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ યુપી સીએમના કામથી એટલા પ્રભાવિત થયાં છે કે તેમણે યોગીને ઓસ્ટ્રેલિયા માટે ઉધાર માંગ્યાં છે.

ઉત્તરપ્રદેશમાં કોરોનાની બીજી લહેરને નિયંત્રણમાં લેવા માટે આઈવેરમેક્ટિનના ઉપયોગને લઈને ક્રેગ કેલીએ મુખ્યમંત્રી યોગીના વકાણ કર્યાં છે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવા માટે આઈવરમેક્ટિન દવાનો ઈપયોગ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગે લખ્યું છે કે, ભાજપનું રાજ્ય ઉત્તરપ્રદેશ.. શું કોઈ માર્ગ છે કે, સીએમ યોગી આદિત્યનાથને અહીં લઈ આવીએ, જેથી અમારા ત્યાં આઈવરમેક્ટિનની સમસ્યાને ખતમ કરી શકાય. ક્રેગના આ ટ્વીટને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. તા.10મી જુલાઈના રોજ કરવામાં આવેલીને લગભગ 3500થી વધારે વખત રિટ્વીટ થઈ ચુકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાના 125 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. બીજી તરફ 134 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. હાલ ઉત્તરપ્રદેશમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘટીને 1594 જેટલી થઈ છે. બીજી તરફ રિકવરી રેટ પણ વધીને 98.6 ટકા સુધી પહોંચી ગયો છે. કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.