ઓસ્ટ્રેલિયન પીએમ આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવશે
દિલ્હી:ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એંથની અલ્બનીસે જાહેરાત કરી હતી કે,તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) ડીલ અંગે ચર્ચા કરવા આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાત લેશે.ઓસ્ટ્રેલિયન પ્રધાન આવતા વર્ષે બે વાર ભારતની મુલાકાત લેશે, પ્રથમ માર્ચમાં વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવા અને પછી વર્ષના અંતમાં G20 સમિટ માટે.
પીએમ અલ્બનીસે કહ્યું, ‘હું ભારતના વડાપ્રધાન મોદીને પણ મળ્યો હતો, જ્યાં અમે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના નજીકના આર્થિક સહયોગ કરારને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચા કરી હતી.તેમણે કહ્યું, ‘અમે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આર્થિક સંબંધોના વિસ્તરણને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ. હું માર્ચમાં ભારતની મુલાકાત લઈશ.અમે એક બિઝનેસ ડેલિગેશનને ભારત લઈ જઈશું.આ એક મહત્વપૂર્ણ મુલાકાત હશે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં પ્રગતિ થશે.આ જાહેરાત G20 સમિટની 17મી આવૃત્તિની બાજુમાં કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે કવાડ નેતાઓની બેઠક માટે ઓસ્ટ્રેલિયા આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,તેઓ આ વર્ષના અંતમાં G20 સમિટ માટે ભારત પરત ફરશે. ઓસ્ટ્રેલિયાના પીએમે કહ્યું, ‘અમે આવતા વર્ષે યોજાનારી કવાડ લીડર્સની બેઠકની વિગતો વિશે પણ વાત કરી હતી.’