Site icon Revoi.in

શેખ હસીનાના જતા જ બાંગ્લાદેશના દિવસો ખરાબ શરૂ થયાં !

Social Share

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબધો શેખ હસીનાની સરકાર ગયા પછી ખુબજ વણસી રહ્યાં છે. બાંગ્લાદેશની મોહમ્દ યુનુસની સરકાર સતત ભારત વિરુઘ નિવેદન કરી રહ્યાં છે. બાંગ્લાદેશને આનુ પરીણામ ભોગવવુ પડી રહ્યું છે. એવું લાગે છે કે, દિલ્લી અને ઢાકા વચ્ચેના રાજકીય સંબધો જ નહીં પરંતુ, બંન્ને દેશોના લોકો વચ્ચેના સંબઘોમાં પણ કડવાસ આવી ગઈ છે. બંને દેશો વચ્ચેના પ્રવાસના તાજેતરના આંકડા આ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. બાંગ્લાદેશ ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, બંને દેશો વચ્ચેની હવાઈ મુસાફરીના આંકડા દર્શાવે છે કે તેમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

બંને દેશો વચ્ચે હવાઈ મુસાફરી પર કામ કરતી એરલાઈન્સ કંપનીઓની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેઓ આ માર્ગો પરની કામગીરી ઘટાડવાનું વિચારી રહી છે. એમ કેવું ખોટું નહી હોય,કે મોહમ્મદ યુનુસની સરકાર દેશ ચલાવવા માટે સર્મથ નથી. જો કે, બાંગ્લાદેશનું કહેવું છે કે, તેની પાછળનું એક કારણ શેખ હસીનાની સરકાર ગયા પછી વિઝા સેવાઓને સ્થગિત કરવામાં આવી છે. બાંગ્લાદેશના લોકો ઈચ્છે તો પણ ભારત આવી શકતા નથી. ભારતે આ સેવાઓને પુનઃસ્થાપિત કરી હતી પરંતુ સરકાર હવે બાંગ્લાદેશના લોકોને માત્ર મેડિકલ અને સ્ટુડન્ટ વિઝા આપી રહી છે.

બાંગ્લાદેશને ભારે નુકસાન થઈ રહ્યું છે, હિંસક વિરોધ વચ્ચે ભારત સરકારે અગાઉ પોતાના લોકોને બાંગ્લાદેશ ન જવાની સલાહ આપી હતી. બાંગ્લાદેશમાં સ્થિતિ ભલે કાબૂમાં આવી ગઈ હોય, પરંતુ તાજેતરમાં ભારતના લોકોને બાંગ્લાદેશ જવામાં બહુ રસ હોય તેવું લાગતું નથી. બાંગ્લાદેશના લોકો ટૂરિસ્ટ વિઝા પર અહીં આવી શકતા નથી અને ભારતીય લોકો ત્યાં જવા માંગતા નથી. આવી સ્થિતિમાં બાંગ્લાદેશને આર્થિક નુકસાન સહન કરવું પડે તેવુ લાગી રહ્યું છે.