Site icon Revoi.in

September માં 16 દિવસ બંધ રહેશે બેંક,અત્યારે જ કરી દેજો જરૂરી કામ

Social Share

દિલ્હી:  દેશમાં હવે ફરીવાર તહેવારનો માહોલ આવી રહ્યો છે, કેટલાક લોકોએ તો ફરવા જવાનો પણ પ્લાન બનાવી લીધો હશે, પણ આ પહેલા તમને જે મહત્વની જાણકારી આપવાની છે તે એ છે કે આ મહિનામાં બેંકો આટલા દિવસ બંધ રહેશે તો તેના વિશે પહેલાથી જ જાણકારી લઈ લેજો અને કામ પહેલા જ પતાવી દેજો.

આ મહિના દરમિયાન એક પછી એક ઘણા મોટા તહેવારો આવવાના છે, જેની શરૂઆત આ મહિનાથી જ થશે. તેનાથી બેંકોના કામકાજ પર અસર પડશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં આવતા મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે. મતલબ કે દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંક બેંકની રજા હશે.

3 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.6 સપ્ટેમ્બર 2023: ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ અને પટનામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે.7 સપ્ટેમ્બર 2023: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, તેલંગાણા, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.9 સપ્ટેમ્બર 2023: બીજા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.10 સપ્ટેમ્બર 2023: રવિવારે પણ દેશભરની બેંકોમાં રજા રહેશે.17 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.

18 સપ્ટેમ્બર 2023: વિનાયક ચતુર્થી નિમિત્તે બેંગલુરુ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.19 સપ્ટેમ્બર 2023: અમદાવાદ, બેલાપુર, ભુવનેશ્વર, મુંબઈ, નાગપુર અને પણજીમાં ગણેશ ચતુર્થીના કારણે બેંકો બંધ રહેશે.20 સપ્ટેમ્બર 2023: કોચી અને ભુવનેશ્વરમાં ગણેશ ચતુર્થી અને નુઆખાઈને કારણે બેંકો બંધ રહેશે.22 સપ્ટેમ્બર 2023: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસને કારણે કોચી, પણજી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.23 સપ્ટેમ્બર 2023: ચોથા શનિવારે દેશભરમાં બેંકોમાં રજા રહેશે.

ઉલ્લેખનીય છે કે બેંક રજાઓ બે રીતે નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રજાઓ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહે છે. એ જ રીતે, દર રવિવારે અને બીજા અને ચોથા શનિવારે, સમગ્ર દેશમાં બેંકો બંધ રહે છે. આ સિવાય પ્રાદેશિક તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ સ્થળોએ બેંકો અલગ-અલગ દિવસે બંધ રહે છે.