દિલ્હીઃ નવા વર્ષના પ્રથમ મહિનામાં અલગ-અલગ રાજ્યોમાં કેટલાક દિવસો બેંક બંધ રહેશે. જાન્યુઆરી 2022માં કુલ 16 દિવસ બેંક રહેશે. જાન્યુઆરીમાં તહેવારોના કારણે આરબીઆઈએ અલગ-અલગ રાજ્યોમાં કેટલાક દિવસો બેંક રહેવાની જાહેરાત કરી છે. જો કે, ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ સર્વિસની સુવિધાઓ મળશે.
વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દિવસ તહેવારોના કારણે રજા રહેશે. કેટલાક રાજ્યોમાં રજાઓ અલગ-અલગ હશે. 1લી જાન્યુઆરી શનિવારે નવા વર્ષનો પ્રથમ દિવસ, 2 જાન્યુઆરીએ રવિવાર, 4 જાન્યુઆરી મંગળવારે સિક્કિમમાં લોસૂંગ, 8મી જાન્યુઆરીએ મહિનાનો બીજો શનિવાર, 9મી જાન્યુઆરીએ રવિવાર, 11મી જાન્યુઆરીએ મિઝોરમમાં મિશનરી ડે, 12મી જાન્યુઆરી બુધવારે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, 14મી જાન્યુઆરીએ મકરસંક્રાતિ/પોંગલ (કેટલાક રાજ્યો), 15મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ફુષ્ણકાળ મકર સંક્રાતિ ઉત્સવ/માઝે સંક્રાંતિ, પોંગલ/ તુરુવલ્લવર દિવસ (આંધ્રપ્રદેશ, પોંડિચેરી, તમિલનાડુ), 16મી જાન્યુઆરી રવિવાર, 18મી જાન્યુઆરી થાઈ પૂસમ (ચેન્નઈ), 22મી જાન્યુઆરીએ ચોથો શનિવાર, 23મી જાન્યુઆરી રવિવાર, 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ, 30મી જાન્યુઆરી રવિવાર અને 31મી જાન્યુઆરી સોમવારે મી-ડેમ-મે-ફી (અસમ) બેંક બંધ રહેશે.