- જૂનમાં આટલા દિવસ બંધ રહેશે બેંક
- RBI દ્વારા જાહેર થઈ છે રજાની યાદી
- વાંચી લો મહત્વની જાણકારી
દિલ્લી: દેશમાં ભલે બેંકના હવે મોટા ભાગના કામ ઓનલાઈન થવા લાગ્યા હોય, પરંતુ આજે પણ બેંકોમાં અનેક કામ માટે લાઈનો જોવા મળતી હોય છે. આ પાછળના બે કારણો છે જેમાં પહેલું છે કે કેટલાક લોકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરતા આવડતુ નથી અથવા કેટલીક સુવિધા ઓનલાઈન હશે નહી.
હવે આ બધા કામ માટે જો તમે બેંકમાં જતા હોય તો આ જાણકારી વાંચી લો, કારણ કે જૂન મહિનામાં આટલા દિવસ બેંક બંધ રહેશે અને તમારે ધક્કો ખાઈને પાછું આવવું ના પડે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી બેંકની રજાઓની યાદી જાહેર થાય છે. તેમાં રાજ્યના હિસાબથી તમામ બેંકોની રજાઓ નક્કી થાય છે. RBI તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓ મુજબ, સાપ્તાહિક રજાઓ અને હોલિડે મળીને જૂન મહિનામાં કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે. જૂન મહિનામાં આ વખતે કોઈ મોટો તહેવાર નથી, જેથી સાપ્તાહિક રજા ઉપરાંત માત્ર 3 સ્થાનિક તહેવારો છે, જે દિવસે જે-તે રાજ્યમાં બેંકો બંધ રહેશે.
રજાઓની યાદી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઇટના આધારે તૈયાર કરવામાં આવી છે. જેમાં 6 જૂન- રવિવાર, 12 જૂન- બીજો શનિવાર, 13 જૂન- રવિવાર અને મિથુન સંક્રાંતિ તથા રજ પર્વ (ઇઝવાલ-મિઝોરમ, ભુવેશ્વરમાં બેંકો બંધ રહેશે), 20 જૂન- રવિવાર, 25 જૂન- ગુરુ હરગોવિંદજીની જયંતી (જમ્મુ અને શ્રીનગરની બેંકો બંધ રહેશે), 26 જૂન- ચોથો શનિવાર અને 27 જૂન- રવિવાર, 30 જૂન- રેમનાની (માત્ર ઇઝવાલમાં બેંકો બંધ રહેશે)