- કોરોનાનું સંકટ BCCI પર
- અધિકારીઓના પગારમાં કાપ મૂકવાની ચર્ચા
- આઈપીએલ પર નિર્ભર છે આ બાબત
- વેતનકાપ અને છટણીની શક્યતાઓ સેવાઈ રહી છે
સમગ્ર દેશ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, આર્થિક ગતિવિધિઓ પર કોરોનાવાયરસ કાળ બન્યો હોય તેમ લાગી રહ્યું છે ,અનેક લોકોને આર્થિક રીતે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો કેટલાક લોકોને નોકરી હોવા પણ છત્તા પગારમાં બાંધ-છોડ કરવાનો વારો આવ્યો છે. કેટલીક કંપનીઓ દ્વારા તો કર્મચારીઓની છટણી પણ કરવામાં આવી છે.
હવે આ દિશામાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અટલે કે BCCI પર વળી શકે છે, જો કે બીસીસીઆઈ એ અત્યાર સુધી પોતાના અધિકારીઓ સાથે આ પ્રકારનો કોઈ વ્યવહાર કર્યો નથીસ,પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે બીસીસીઆઈ તેમના ટોચનાં તમામ અધિકારીઓને ધ્યાનમાં રાખીને પગારમાં કાપ કરવાની ચર્ચા વિચારણા કરી રહ્યું છે.
આ સમગ્ર બાબતે આ પહેલા પણ BCCI નાં ખજાનચી અરૂણ ધુમલે સંકેત આપ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે આ વખતની અટલે કે આઇપીએલની 13મી સીઝન પર અનેક બાબત નિર્ભર કરે છે, ઘણી મોટી રકમ દાવ પર લાગેલી જોવા મળી રહી છે.અર્થાત 2020 આઈપીએલ જો સારી રહેશે તો બીસીસીઆઈ દ્રારા અધિકારીઓનો પગારકાપ કરવામાં આવશે નહી. નહી તો આ બાબતે બોર્ડ વિચારણા કરી શકે છે.
જો કે,અધિકારીએ કહ્યું હતું કે,અમે હજુ સુધી વેતન કાપનાં મુદ્દા પર ચર્ચા કરી જ નથી, પરંતું બેઠકમાં આ અંગે વાત કરીશું અને વિચાર-વિમર્શ કરીશું કે, આ તમામ બાબતોની શું અસર થશે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણઁય લઇશું, વેતનકાપ અને છટણીની શક્યતાઓ સેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ઓસ્ટ્રોલિયા, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ, વેસ્ટઇન્ડીઝ, અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ખિલાડીઓ અને સ્ટાફનાં અધિકારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે.ત્યારે હવે બીસીસીઆઈનો આધાર આઇપીએલની સફળતા પર છે. કારણ કે આ વર્ષે મુખ્ય સ્પોન્સર કરાર 222 કરોડમાં થયો છે જે વિતેલા વ ર્ષ દરમિયાન વીવો 440 કરોડ થી ખુબ ઓછો છે.
સાહીન-