IPLની તૈયારીઓની સમિક્ષા કરવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે- 6 દિવસ સુધી રહેવું પડશે ક્વોરોન્ટાઈન
- આઈપીએલ ની તૈયારી જોવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે
- 6 દિવસ સુધી રહેશે ક્વોરોન્ટાઈન
- UAEમા IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરશે
BCCIનું મુખ્ય પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના ત્રીજા એઠવાડીયે દુબઈ પહોચીને UAEમા IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરી શકે છે, આઈપીએલની 13 મી સિઝન આ વખતે કોવિડ-19ના કારણે સંયૂર્ત અરબ અમિરાતમાં રમાનાર છે,આ વખતે આઈપીેલ દુબઈના ત્રણ શહેરો અબુધાબી,દુબઈ અને શરજાહમા 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે રમાનાર છે.
ગર્લ્ફ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ, બીસીસીઆઈના છેલ્લા સીઈઓ હેમંગ અમીન અને આઈપીએલના સીઓઓ ને UAE પહોચ્યા બાદ પોત પોતાના હોટલના રુમમાં 6 દિવસ માટે ફરજીયાત ક્વોરોન્ટાઈન રહેવું પડશે,આ સમયગાળો પુરો થયા બાદ જ તેઓ કામ પર જઈ શકશે,ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ ને યુએઈમાં આઈપીએલ મેહમાની માટે ભારત સરકાર તરફથી મંજુરી મળી ચૂકી છે
આઈપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 53 દિવસો સુધી ચાલશે. આઈપીએલની ફાઈનલ 10 નવેમ્બરના રોજ યોજાશે, જેનાથી બ્રોડકાસ્ટર્સને દિવાળીના અઠવાડિયાનો લાભ આપશે. આ વખતે આઈપીએલના 10 ડબલ હેડર એટલે કે, એકજ દિવસમાં બે મેચના મુકાબલામાં રમવામાં આવશે.
સાહીન-