- નદી કિનારે વસેલા 30 શહેરોમાં બનશે રિવર ફ્રંડ
- નમામી ગંગે મિશન હેઠળ નદીઓને સ્વચ્છ કરવાનું અભિયાન
નમામી ગંગેના મિશન હેઠળ સ્ચ્છતા અભિયાન ચાલી રહ્યું છે,નેશનલ મિશન ફોર ક્લીન ગંગા હેઠળ દેશભરની નદીઓની પણ ચિંતા કરવામાં આવી રહી છે. આ માટે તેમણે રિવર સિટી એલાયન્સ શરૂ કર્યું છે પરંતુ હવે દેશભરની વિવિધ નદીઓ પર વસેલા શહેરોમાં રિવર ફ્રન્ટ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો વધુ જાગૃત બને તે માટે આવતા મહિને નદી મહોત્સવ ઉજવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.જને લઈને લોકોમાં વધુ જાગૃતતા લાવી શકાય.
નમામિ ગંગા મિશન પર પૂરતું કામ કરવામાં આવ્યું છે અને સારા પરિણામો પણ આવ્યા છે. સ્વચ્છ ગંગા માટેના રાષ્ટ્રીય મિશન હેઠળ, નમામિ ગંગે અભિયાન હેઠળ ગંગાના કિનારે આવેલા મોટા શહેરોમાં રિવર ફ્રંટ બનાવવામાં આવ્યા છે. આ રિવર ફ્રન્ટ્સથી લોકોનું નદીઓ તરફ આકર્ષણ વધ્યું છે. દેશ-વિદેશમાંથી પણ નદીઓ માટે સમર્થન એકત્ર થયું છે. પ્રવાસન પણ વધ્યું છે અને નદીઓના સંરક્ષણ અંગે પણ નવી ચેતના અને જાગૃતિ આવી છે.
આ મિશન દ્વારા વિવિધ શહેરોની સ્થાનિક સંસ્થાઓને તેમના કાંઠે વહેતી નદીઓ પર રિવર ફ્રંટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે તે સંપૂર્ણ મદદ પણ કરી રહ્યા છે. આ સાથે આ શહેરોમાં નદીઓની સફાઈની સાથે પ્રવાસન અને જાગૃતિ પણ વધશે.
ગંગાના કિનારે આવેલા શહેરોમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકોમાં જે ચેતના આવી છે, તે હવે અન્ય શહેરોમાં પણ અન્ય નદીઓ માટે તેનો ઉપયોગ કરવા માંગે છે. મિશનનું માનવું છે કે નદીઓને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ટેકનિકલ પગલાંની સાથે સફાઈ માટે લોકોમાં જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નમામિ ગંગેના અનુભવો સાથે દેશભરમાં વિવિધ નદીઓ પર કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે. તેની મોટી પહેલ રિવર સિટી એલાયન્સના રૂપમાં બહાર આવી છે. આવતા મહિને બીજી એક નવી પહેલ શરૂ થઈ રહી છે અને તે છે નદી ઉત્સવ. વિવિધ નદીઓના ઉત્સવોની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં લોકોને નદીઓ વિશે જાગૃત કરવામાં આવશે અને તેઓ ભાવનાત્મક રીતે પણ જોડાયેલા રહેશે.
વિવિધ નદીઓના કિનારે મોટા શહેરોમાં આ ઉત્સવોનું આયોજન કરવામાં આવશે. રિવર સિટી એલાયન્સ અને રિવર ઉત્સવ કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી વધવાથી નમામી ગંગે પ્રોજેક્ટનું કદ વિસ્તરશે અને ગંગા બેસિનની બહારની અન્ય નદીઓ પર પણ ઝડપથી કામ કરશે. NMCGના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે છ રિવર સિટી એલાયન્સ ત્રીસ શહેરો સાથે શરૂ થયું છે, પરંતુ ટૂંક સમયમાં તેમાં વધુ નવા શહેરોનો સમાવેશ કરવામાં આવશે.