વસંત ઋતુમાં વધી જાય છે ભારતની આ જગ્યાઓની સુંદરતા, ફરવાનો પ્લાન કરી શકો છો
ભારતમાં ફેબ્રુઆરીથી વસંતઋતુનો અનુભવ થવા લાગે છે, અને માર્ચ સુધી રહે છે. આ સમયે હવામાન હલ્કુ ગરમ અને ખુશનુમા રહે છે. આ મૌસમ દરમિયાન શિયાળાની ઠંડીથી રાહત મળે છે. આવામાં આ હવામાન ફરવા માટે પરફેક્ટ છે. અમુક એવી જગ્યા વિશે વાત કરીએ જે આ સિઝનમાં વધુ સુંદર બની જાય છે. વસંતઋતુમાં ફરવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જાણીએ..
• દાર્જિલિંગ, વેસ્ટ બંગાલ
હરિયાળીથી ઢંકાયેલું દાર્જિલિંગ એક ફેમસ હિલ સ્ટેશન છે. આ જગ્યાને ક્વિન ઓફ હિલ્સના નામે જાણીતું છે. અહીં ફરવા લાયક ઘણી જગ્યા છે. જેવી કે, ટાઈગર હિલ, બતાસિયા લૂપ, નાઈટીંગલ પાર્ક, દાર્જિલિંગ રોક ગાર્ડન, દાર્જિલિંગ પીસ પેગોડા અને કેટલાક ચા ના બગીચા પણ છે. વસંતઋતુ દરમિયાન આ જગ્યાઓની સુંદરતા બે ગણી વધી જાય છે.
• વૈલી ઓફ ફ્લાવર, ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં હાજર વૈલી ઓફ ફ્લાવર વસંતઋતુમાં ફરવા માટે બેસ્ટ જગ્યા છે. કહેવાય છે કે અહીં 300થી વધારે અલગ-અલગ પ્રકારના ફૂલો છે. તેમાં કેટલાક એવા ફૂલ પણ છે જે દેશમાં બીજે ક્યાય જોવા મળતા નથી. વૈલી ઓફ ફ્લાવરની આસપાસ ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકો છો.
• બીર, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં બીર નામનું એક નાનું ગામ છે. જ્યાથી તમે ખૂબ સુંદર દ્રશ્યો જોઈ શકો છો. આ સ્થળ પર્યટન માટે પ્રખ્યાત છે. અહીં તમે ચોકલિંગ મઠ, ગુનેહર વોટરફોલ, બૈજનાથ મંદિર, પાલપુંગ શેરબાલિંગ મઠ, ડીયર પાર્ક ઇન્સ્ટિટ્યૂટ અને તાશી ઝોંગ મઠનું અન્વેષણ કરી શકો છો. વિવિધ દેશોના લોકો અહીં હેંગ ગ્લાઈડિંગ, કેમ્પિંગ, પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ કરવા આવે છે
• ઝિરો વેલી, અરુણાચલ
વસંત ઋતુમાં અરુણાચલ પ્રદેશની ઝીરો વેલી જઈ શકો છો. તમે મેઘના કેવ ટેમ્પલ, ઝીરો પ્લુટો, ડીલોપોલીઆંગ મેનીપોલીઆંગ, તારીન ફિશ ફાર્મ, ટેલી વેલી અને ફોર્ટ પાખોની ટ્રીપ પ્લાન કરી શકો છો. તમે પેંજ નદી બેસિન નજીક ઝીરો વેલીમાં કેમ્પ કરવા જઈ શકો છો. તમે ખીલેલા ફૂલો અને રંગબેરંગી પક્ષીઓનો આનંદ માણી શકો છો.