Site icon Revoi.in

રોજ ધ્યાન ધરવાના ફાયદા અને જીવનમાં થતી તેની સકારાત્મક અસર

Social Share

આપણા દાદા-દાદી તથા નાના-નાની પાસેથી અનેક વાર એવી વાર્તાઓ સાંભળવા મળતી હતી કે સાધુ-સંત લોકો કેવી રીતે ધ્યાનમાં લાંબો સમય બેસી રહેતા હતા અને તેઓ આટલા બધા તેજસ્વી કેવી રીતે હતા. તે તેની પાછળનું કારણ પણ એ છે કે સાધુ-સંત, ઋષિમુનીઓ અથવા મહાત્મા તેમના જીવનનો વધારે સમય ધ્યાન કરવામાં પસાર કરતા હતા.

ધ્યાન કરવાથી સૌથી પહેલા તમારું મગજ છે તે શાંત થાય છે અને કોઈ પણ વિષય પર વધારે ઉંડાણથી વિચારી શકે છે જેના કારણે નિર્ણય ખોટો પડવાની સંભાવના નહીવત પ્રમાણમાં પણ થઈ જતી હોય છે. જાણકારો દ્વારા એવું કહેવામાં આવે છે કે જો મગજની એકાગ્રતા વધે તો જીવનમાં મોટામાં મોટા નિર્ણયો લેવામાં પણ સરળતા રહે છે અને કોઈ પણ પ્રકારનો સંકોચ પણ રહેતો નથી.

જો આજના સમયમાં લોકો દ્વારા રોજ એક કલાક શાંત જગ્યાએ બેસીને ધ્યાન ધરવામાં આવે તો તેનાથી મગજ એકદમ શાંત થાય છે અને ગુસ્સા પર પણ કાબુ આવી શકે છે એટલે કે એવું પણ કહી શકાય કે મગજ સંપૂર્ણપણ તમારા કંટ્રોલમાં આવી જાય છે.

સાધુ સંત અને આ મહાન પર્સનાલીટીને લઈને એવું પણ કહેવામાં આવે છે કે આ મહાન આત્માઓ ધ્યાનમાં બેસતી ત્યારે તેમના મગજની એકાગ્રતા અપાર રીતે વધી જતી હતી અને તેના કારણે તેઓ જીવનમાં દરેક વસ્તુને મેળવી શકતા હતા. જો કે આ બાબતે આજસુધી કોઈ પણ સંસ્થા કે અન્ય દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.