Site icon Revoi.in

વેસ્ટમાંથી બેસ્ટ, વાસી રોટલીમાંથી પણ બની શકે છે ફેસપેક

Social Share

ભારતમાં કોઈ પણ ઘર હોય કે કોઈ પણ ઘરની સ્ત્રી હોય તેને જમવાની વસ્તુનો બગાડ થાય તે બિલકુલ ગમે નહી. ઘણી વાર કેટલીક સવારની બચી ગયેલી વસ્તુ સાંજે અને રાતની વસ્તુઓને સવારે ખાવાની આદત હોય છે. પણ રોટલી એવી છે કે તેને ફેંકી દેવી પડે છે પણ હવે રોટલીને ન ફેંકવાનો સમય પણ આવી ગયો છે. કેમ કે હવે વાસી રોટલીમાંથી ફેસપેક બનાવી શકાય છે.

શુષ્ક ત્વચા ધરાવતા લોકો માટે વાસી રોટલીથી બનેલું ફેસ સ્ક્રબ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ઘરે જ શીખો કે રોટલી અને ક્રીમથી ચહેરા માટે સ્ક્રબ કેવી રીતે બનાવી શકાય છે.

ઘરેલું વાસી રોટલીનો ઉપયોગ એક્સ્ફોલિયેશન માસ્ક તરીકે કરી શકો છો.જે ત્વચામાંથી બધી ડેડ સ્કીનને દૂર કરે છે અને ત્વચાને ગ્લોઆપે છે. શુષ્ક ત્વચા ધરાવતા લોકો માટે રોટલાથી બનેલો ફેસ સ્ક્રબ સુંદરતામાં વધારો કરી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારી ત્વચા હંમેશા ઝગમગતી રહેવી જોઈએ, તો આ પદ્ધતિથી રોટલીનો ફેસપેક બનાવીને ચહેરો સ્ક્રબ કરો.

ત્વચા પર વાસી રોટલીથી બનેલું સ્ક્રબ ચહેરાના છિદ્રોમાં એકઠા થતી ગંદકી અને બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરે છે. આ સ્ક્રબ તે લોકો માટે પણ ખૂબ અસરકારક છે જેમની ત્વચા તૈલીય હોય છે અથવા જે ઘણીવાર પિમ્પલ્સનો શિકાર બનતા હોય છે.તે ત્વચાના છિદ્રોમાં એકઠા થેયલા તેલને સાફ કરે છે.

સ્ક્રબ બનાવવાની રીત એવી છે કે એક વાસી રોટલી લેવી. તેમાં એક ચમચી ક્રીમ, એક ચપટી હળદર અને અડધો ચમચી ગુલાબજળ ઉમેરવું. બધા ઘટકોને એકસાથે મિક્ષ કરી સ્ક્રબ તૈયાર કરવુ અને પછી તેને સૌ પ્રથમ તમારા પાણીની ધોયેલા ચહેરા પર લગાવો. તમારી ત્વચાને હળવા હાથે લગભગ 2 મિનિટ સુધી માલિશ કરો અને પછી તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. આ પછી, બરફથી ચહેરાની માલિશ કરો, જેથી છિદ્રો બંધ થઈ જાય. તે પછી ત્વચા પર ફેસ ક્રીમ લગાવો.

જો કે કેટલાક લોકોને આ પ્રકારની રીત માફક ન પણ આવી શકે તો તે માટે તેમણે કોઈ જાણકારની તથા ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે